આજકાલ રાજ્યમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બનતા હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોનો આતંક હવે પોલીસ પર પણ થતો જોવા મળે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 3થી વધુ બનાવમાં પોલીસ ઉપર હુમલો થયો છે અને જેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે.
આ દરમિયાન ફરી અમદાવાદમાં પોલીસ ઉપર હુમલો થતા અનેક સવાલ ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, ચાંદખેડા પોલીસને વરદી મળી હતી કે માઈકલ નામના વ્યક્તિએ ફરિયાદી ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે અને તેમને ગંભીર ઈજાઓ થઈ છે. જેથી પોલીસ દ્વારા ત્યાં પહોંચીને તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસની સાથે અન્ય એક વ્યક્તિ જે ફરિયાદીની સાથે હતા તે પણ હતો અને જેમણે આરોપી મુકેશ ઉર્ફે માઈકલને ઓળખી આપી હતી.
જેથી પોલીસ તેને સાથે જવાનું કહેતા તેની સાથે રહેલા અન્ય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને માઈકલને સાથે નહીં લઈ જવા દઈએ તેમ કહેવા લાગ્યા અને સાથો સાથ તમને જીવતા નહીં જવા દઈએ તેવી પણ ધમકી આપવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની પકડવા જતા તેમની સાથે રહેલ આરોપીએ પોલીસ ઉપર લાકડા વડે હુમલો કરી દીધો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી દીધો હતો.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મહિલા આરોપીએ પથ્થર ફેંકીને પોલીસ કર્મચારીઓને ઈજા કરી અને ત્યારબાદ 2 આરોપીઓ ત્યાંથી ભાગવા જતા એક આરોપી પડી ગયો અને પોલીસ દ્વારા તેને પડકી નામ પૂછતાં માઈકલ હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલા આરોપીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે, અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા આરોપીએ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે મુકેશ સામે અલગ અલગ 2 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.