ગુજરાતના અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખુબ જ ધ્યાન રાખીને હથિયાર પકડતી હોય છે. મોટા ભાગે અમદાવાદના જુહાપુરા, ગોમતીપુર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાંથી હથિયાર મળી આવતા હોય છે. આ વખતે કોરોનાની મહામારીને લઈને રથયાત્રા યોજાશે કે નહીં તે પણ હજુ નક્કી નથી. તેમ છતાં પોલીસ રથયાત્રા પહેલાથી જ હથિયાર પકડવા માટે ત્યાર થઈ ગઈ છે. પોલીસ રથયાત્રા પહેલા હથિયારોની હેરાફેરી પર ખાસ વોચ રાખતી હોય છે. આ વખતે પણ વોચ રાખી ત્રણેક જેટલા વ્યક્તિ પાસેથી પીસ્ટલ, કારતુસ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ વખતે રથયાત્રા નીકળે કે ન નીકળે પણ હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે.
18 જુન એટલે કે, બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે દેશી બનાવટની રિવોલ્વર અને 3 કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણ નામના વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. જેની પૂછપરછમાં રિવોલ્વર તેમના મિત્રો સુલતાન અને સમીરને રાખવા માટે ઘરે આપી હોવાની આરોપીએ કબુલાત કરી હતી.
સુલતાન અને સમીર સજ્જુ ગોટીવાલાની હત્યા માટે આ હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તાજેતરમાં વેજલપુર પોલીસ મથકમા તમામ આરોપી વિરુધ્ધ ખંડણી અને મારામારી ની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે કેસ કર્યા છે. રામોલ જામફળવાડી પાસેથી પોલીસે ઝેનુલઆબેદ્દીન ઉર્ફે જાનું ઠુઠીયોની એક પીસ્ટલ અને છ કારતુસ સાથે ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, આ હથિયાર આરોપી બે વર્ષ પહેલા હરિયાણાના મેવાત ખાતેથી લાવ્યો હતો. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોમતીપુર પોલીસ લાઈનની દીવાલ પાસેથી મોહમદઆમીન ઘાંચીની એક તમંચા સાથે ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા ઉત્તરપ્રદેશ ફરવા ગયો ત્યારે આ હથિયાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news