સુરત: ઓલપાડના બરબોધનમાં 230 એકરમાં બનેલી પેપરમીલમાં બોઈલર ફાટ્યુ

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં આવતા બરબોધન ગામમાં આવેલી પેપર મીલમાં આજે સવારે 8 વાગ્યે શોર્ટસર્કીટને કારણે બોઈલર બ્લાસ્ટ થયો હતો. રામા પેપર મીલમાં બ્લાસ્ટ થતાં…

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં આવતા બરબોધન ગામમાં આવેલી પેપર મીલમાં આજે સવારે 8 વાગ્યે શોર્ટસર્કીટને કારણે બોઈલર બ્લાસ્ટ થયો હતો. રામા પેપર મીલમાં બ્લાસ્ટ થતાં મીલમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટની ઘટનામાં ચાર થી પાંચ કામદારો દાઝી ગયા છે. પાંચેક જેટલા કામદારો દાઝી ગયા હતાં. આગ પણ લાગી ગઈ ગઈ હતી. જેથી તાત્કાલિક વધુ દાઝી ગયેલા 3 કામદારોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સુરતની BAPS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પેપર્મીલમાં મિલમાં ઇમરજન્સી સારવારની સુવિધાનો અભાવ હોય, ઇજાગ્રસ્ત કામદારો સારવારના અભાવે 1 કલાક સુધી મિલની ડિસ્ટેલરી રૂમમાં જ પડી રહ્યા હતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. સુરેન્દ્ર જાદવ (ઉ.વ.આ.35) મેનેજર,
મનોજ યાદવ(ઉ.વ.આ.32), બ્રિજેશ મુખ્યા(ઉ.વ.આ.28) વગેરે ને BAPS હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બપોરે અચાનકબ્લાસ્ટ થયો અને આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી ધુમાળાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ થયા હતા. તો 50 જેટલા લોકો દાઝી ગયા હતા. આ ઘટના બાદ  ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *