Ahmedabad: બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત- શાળામાં બની કરુણ ઘટના

અમદાવાદની (Ahmedabad) ગોમતીપુરની એસ.જી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થી એવા અમાન આરીફ શેખને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.  અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સીએલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા (Board Exam) આપવા ગયેલ ગોમતીપુરના વિધાર્થી અમાન શેખ નામના વિધાર્થીની તબિયત લથડી હતી. તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો સાથે ઉલ્ટી થવાની શરૂ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર ધોરણ ૧૨ કોમર્સનો વિદ્યાર્થી અમાન આરીફ શેખ (Aman AArif Shaikh) એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો, ત્યારે સાડા ચાર વાગ્યા આસપાસ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. જેથી તેને શાળા દ્વારા બોલાવાયેલી 108 મારફતે તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ તંત્રે તેને વેન્ટીલેટર પર રાખ્યો હતો.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ છાતીમાં દુખવાનું શરુ થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી મળેલી વિગત અનુસાર વિદ્યાર્થીનું નામ શેખ મહોમદ અમન મોહમદ આરીફ છે. મરણ જનાર વિદ્યાર્થીએ પરીક્ષા શરુ થયા બાદ અંદાજીત ૦૪:૩૦ કલાકે ઉલટી થઇ . ઉલટી થયા બાદ વિદ્યાર્થી ફરી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા બેઠો થોડીવાર પછી વિદ્યાર્થીને પરસેવો વળ્યો હતો.

શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈ સાંજે 4.38 વાગે 108 ને ફોન કર્યો અને 108 એમ્બ્યુલન્સ 4:45 વાગે પરીક્ષા કેન્દ્ર પર આવી વિદ્યાર્થીને તપાસતા વિદ્યાર્થીનું હાઈ બીપી જણાયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત શારદાબેન હોસ્પિટલ ખાતે શાળાના એક શિક્ષક લઇ ને ગયા હતા. અને ત્યાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *