મોતનો LIVE ખૌફનાક વિડીયો- રેલ્વે પ્લેટફોર્મ પર અચાનક ચક્કર આવતા ટ્રેનની ઝપેટમાં આવ્યો જવાન, ગણતરીની સેકંડમાં મળ્યું મોત

થોડા દિવસોથી ગરમીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે માણસને ચક્કર આવે છે અને બેભાન થતા વાર નથી લાગતી. જયારે જાણવા મળી રહ્યું છે કે, રેલ્વે સ્ટેશન પર એક સૈનિકને ચક્કર આવતા તે પડીને માલગાડીની ઝપેટમાં આવી જાય છે જેના કારણે સૈનિક ગણતરીની સેકેન્ડોમાં મોતને ભેટે છે. આ સમગ્ર ઘટના ત્યાના CCTVમાં કેદ થઇ હતી. જયારે મોતનો આ ખોફનાખ વિડીયો જોતા લોકો ભાવુક થઇ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો રેલવે પ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત એક કોન્સ્ટેબલનો છે. જયારે આ કોન્સ્ટેબલને ચક્કર આવવાના કારણે જમીન પર પડી જાય છે અને જઈ રહેલ માલગાડીની ઝપેટમાં આવી જતા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વાયરલ થયેલ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, કોન્સ્ટેબલને જયારે ચક્કર આવે છે તે દરમિયાન તેની આજુબાજુ કોઈપણ નથી હોતું. પરંતુ  ચક્કર આવીને પડતા અને કોન્સ્ટેબલને માલગાડીની ઝપટમાં આવતા એક વ્યક્તિ જોઈ જાય છે અને બચાવવા માટે દોડે છે પરંતુ તે વ્યક્તિ કોન્સ્ટેબલ પાસે પહોંચે તે પહેલા કોન્સ્ટેબલ માલગાડીની ઝપટમાં આવવાના કારણે મૃત્યુ પામે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના આગરાના રાજામંડી રેલવે સ્ટેશન પર સર્જાય હતી. શનિવારની રાત્રેએ અંદાજીત 9.31 વાગ્યાની આસપાસ એક માલગાડી સ્ટેશન પરથી પસાર થતી હતી. જયારે મોતનો આ ખોફનાક વીડિયો જોઈને યૂઝર્સના રુવાંટા ઉભા થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *