પોલીસના ચોપડે નરાધમ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ- લગ્નની લાલચ આપી માણતો રહ્યો મજા

અમદાવાદ(ગુજરાત): મહિલા તથા બાળકીઓ સાથેના અત્યાચારની ઘટનાઓ વધી રાઈ છે. દરરોજ પોલીસ ચોંપડે રેપ તથા માનસીક હેરાનગતીની ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે ફરી એકવાર આજે અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ વિરુધ જ બળાત્કારના ફરિયાદ નોંધાય છે. ફરિયાદીમાં જણાવ્યું હતું કે, લગ્નની લાલચ આપી અવાર નવાર યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

વર્ષ 2016માં ફરિયાદી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સાથે થયેલ માથાકૂટની ફરિયાદ લઈને ગઈ હતી, ત્યારે મહેન્દ્ર સિંહ સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ હતી, ત્યારબાદ બન્ને એક બીજાને અવારનવાર મળતા હતા અને આરોપીએ યુવતીને લગ્નની વાત કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે.

હાલમાં બોટાદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટબેલ નોકરી કરે છે. ગય 22 જૂનના રોજ ગાંધીનગર ખાતે કામથી આવ્યો હતી ત્યારે પીડિતાને એલિસબ્રિજની એક હોટેલમાં લઈ ગયો હતો. હોટેલમાં પીડિતા સાથે ફરી વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. હોટેલમાં પીડિત યુવતીએ મહેન્દ્ર સિંહના મોબાઇલમાં અન્ય સ્ત્રીઓ સાથેના મેસેજ જોઈ ગઈ હતી. તેને કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પછી બન્ને છુટા થયા હતા અને ત્યારબાદથી આરોપીએ ફરિયાદીની સાથે કોઈ વાતચીત કરી નહીં અને મેસેજનો જવાબ પણ આપતો ન હતો. ત્યારે મહિલાને ખબર પછી હતી કે, તેનું શોષણ થયું છે.

આ મામલે પોલીસે પીડિતાનું મેડિકલ કરાવી આરોપી વિરુધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવશે. આ મામલે પીડિતા દ્વારા અન્ય આરોપ પણ મુકવામાં આવ્યા છે, પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *