ફરી એકવાર BRTS બસે કારને ટક્કર મારી બ્રીજના ડિવાઈડર પર ચડાવી દીધી, જાણો અહીં

તમે જાણતા હશો કે આજ અઠવાડિયામાં BRTS બસે કેટલા બધા અકસ્માત કરી રેકોર્ડ સર્જ્યો છે. BRTS બસના ડ્રાઈવરો તો એમ જ સમજતા લાગે છે કે…

તમે જાણતા હશો કે આજ અઠવાડિયામાં BRTS બસે કેટલા બધા અકસ્માત કરી રેકોર્ડ સર્જ્યો છે. BRTS બસના ડ્રાઈવરો તો એમ જ સમજતા લાગે છે કે રોડ ઉપર અમારી સિવાય કોઈ ગાડી જ નથી ચલાવતું. ખાસ તો ફરી એકવાર BRTS બસે અકસ્માત સર્જ્યો છે. જેના કારણે ગાડીના માલિકને તો કોઈ ખાસ ઈજા થઇ નથી પણ ગાડીને રીપેરીંગ કરાવા માટે ખાસી ઈજા થશે.

અમદાવાદમાં BRTS બસ જાહેર જનતા માટે યમરાજ સમાન બની છે. અમદાવાદના પાંજરાપોળ નજીક BRTS બસે બે ભાઈઓને અડફેટે લેતા તેમના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજુ તો માંડ થોડા દિવસ થયા છે, ત્યાં BRTS બસે વધુ એક અકસ્માત કર્યો છે. BRTS બસે એક કારને ટક્કર મારતા કાર બ્રીજના ડીવાઈડર પર ચઢી ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઇને ગંભીર ઈજાઓ થવા પામી નથી.

એક રિપોર્ટ મુજબ અમદાવાદના દુધેશ્વર બ્રિજ પર જતી એક કારણે પાછળથી BRTS બસે ટક્કર મારી હતી. આ ઘટના બની તે સમયે કારની અંદર ત્રણ લોકો સવાર હતા. જેમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ ઘટના યુવતીને માથાના અને પગ ભાગે ઈજાઓ થવા પામી હતી.

કારને ટક્કર મારતાની સાથે જ BRTS બસનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે દુધેશ્વર બ્રિજ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય હતા. આ સમગ્ર ઘટનાની જણ પોલીસને થતા ACP સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કાર ચાલકની પૂછપરછ શરૂ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે કાર ચાલકનું નિવેદન લીધું છે. તેમાં તેને જણાવ્યું હતું કે તેની આગળ જતો એક બાઇક ચાલક ખરાબ રીતે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. તેથી તેને કાર થોડી સાઈડમાં લીધી અને પાછળથી આવતી BRTS બસ સાથે તેની સાઇડમાંથી ટક્કર થઈ ગઈ હતી. કારને જોતા પણ તેવું લાગી રહ્યું છે. આ ઘટનામાં પ્રાથમિક દૃષ્ટિએ કાર ચાલક અને BRTS બસના ડ્રાઈવરની કોઈ ભૂલ જણાતી નથી.

કાર ચાલકે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે અમારી કાર લઇને જઈ રહ્યા હતા અને એવામાં પાછળથી BRTS બસે ટક્કર મારી એટલે અમારી કાર ડિવાઈરની બાજુમાં આવી ગઈ. આ ઘટનામાં અમારી સાથે કારમાં બેસેલી યુવતીને માથા અને પગના ભાગે ઈજાઓ થવા પામી છે અને તેમના પરિવારજનો તેને અહીંથી ઘરે લઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *