ત્રણ-ત્રણ મહિલા સાથે લગ્ન કરી ચોથી સાથે ઇલુઇલુ કરતા રંગેહાથ ઝડપાયો પતિ- અમદાવાદની આ ઘટના હચમચાવી દેશે

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના ક્રાઇમબ્રાંચમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ કોન્સ્ટેબલના 3 લગ્ન થઇ ગયા હોવા છતાય તે અન્ય એક મહિલા સાથે લફડું ચાલતું હતું. આ વાતની જાણ કોન્સ્ટેબલની પત્નીને થતા પત્નિએ તેને ધોળા દિવસે તારા દેખાડ્યા છે.

પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં માધવપુરા પોલીસ લાઇનમાં રહેતી એક 28 વર્ષના યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ પતિ, તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીની ઉંમર 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન દાહોદમાં રહેતા એક યુવક સાથે થયા હતા.

યુવક પોલીસ કર્મચારી હોવાના કારણે તે પતિ સાથે અમદાવાદ આવી ગઇ હતી. અગાઉ બે વખત પોલીસ કર્મચારીના લગ્ન થયા હતા. જોકે કોઈ કારણોસર છુટાછેડા થઇ ગયા હતા. તેને પીડિત યુવતી સાથે વર્ષ 2011માં ત્રીજા લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *