રાતોરાત કરોડપતિ થવાની ઈચ્છા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, જામનગરના આ યુવક સાથે જે થયું તે જાણીને…

તાજેતરમાં જામનગરના બોકસાઈટના વેપારી સાથે વિદેશી ચીટિંગ કરતી ગેંગના કેટલાક લોકોએ 1 કરોડ 35 લાખનો ચૂનો લગાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં રહેતા અને બોકસાઈટનો…

તાજેતરમાં જામનગરના બોકસાઈટના વેપારી સાથે વિદેશી ચીટિંગ કરતી ગેંગના કેટલાક લોકોએ 1 કરોડ 35 લાખનો ચૂનો લગાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં રહેતા અને બોકસાઈટનો વ્યવસાય ધરાવતા એક આસામીને મોબાઈલ ફોન પર વ્યાપાર કરવાનું કહીને, 50% ઉપરાંત નફાની લાલચ આપી અને મુંબઈના શખ્સો સાથે મળીને કેમિકલની ખરીદી કરાવી હતી.

મળતી માહિતી મુજબ, 17 માર્ચ,2021ના રોજ ટ્રેસી મુરફી જે રહે, 67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ NG-1-5 G.V. યુનાઇટેડ કિંગ્ડમ ખાતે રહેતા ટ્રેસી મુરફી નામના મહિલા અથવા પુરુષ શખ્સે 447404890050 નંબર પરથી વોટ્સએપ પર બિઝનેસ કરવા માટે મેસેજ કરીને જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને બોકસાઈટના ધંધાર્થી મનોજકુમાર ધનવંતરાય શાહને વિશ્વાસમાં લીધા હતા.

જાણવા મળ્યું છે કે, આ વિદેશી શખ્સો દ્વારા મુંબઈના શખ્સો સાથે કાવતરું રચીને જામનગરના વેપારી પાસેથી રૂપિયા 1 કરોડ 35 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ ઓર્ડર આપવામાં આવેલ કેમિકલ નહી પહોચાડતા આ સમગ્ર બાબત પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વેપારી દ્વારા પોતાની સાથે છેતરપીંડી થયાની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં યુકેની કથિત ફાર્મા કંપનીના ત્રણ શખ્સો અને મુંબઈની કથિત પેઢીના મહિલા કર્મી સહિતના 14 સખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

સાઇકલોવિક એચ.-50 નામના કેમીકલની લે-વેચ કરવા બાબતે સમજ આપી અને આ વેપારમાં મોટો નફો મળશે, તેમ સમજાવવામાં આવ્યું હતું. આ મટીરીયલ્સ એમ.બી. શર્મા એન્ટરપ્રાઇઝ નાસિકમાં મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિણા શર્માના નંબર આપ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વિદેશી વ્યક્તિ દ્વારા ધંધાની ટીપ આપતા જ બોકસાઇડ ધંધાર્થીએ મુંબઈની યુવતી વિણા સાથે વાતચીત કરી સેમ્પલ પેટે સાઇકલોવિક એચ.-50 કેમિકલ મટીરીયલ્સ મોકલી આપવાનુ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજી બાજુ UKના ટ્રેસી મુરફીએ પણ જામનગરના વેપારીનો ડેવીડ હીલેરી નામના ડાયરેકટર (CEO.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીના ડાયરેકટ-સીઈઓ સાથે સંપર્ક કરાવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *