અમેરિકા દેશનાં જ્યોર્જિયા ખાતે ડાન્સ કાર્યક્રમમાં લઇ જવાની લાલચ આપીને મેમનગરનાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટનાં 10 જેટલા દિવ્યાંગ બાળકો તેમજ 5 સહાયકો પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 25,000 એમ કુલ 3.75 લાખ જેટલા રૂપિયા પડાવી લેતાં ગઠિયા સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.
મેમનગર ઠાકોરવાસમાં આવેલાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નામની દિવ્યાંગ બાળકોની શાળાનાં સંચાલક નિલેશ પંચાલે પોલીસ ફરિયાદ કરી છે કે, અલ્પેશ પટેલ નામનાં અપરાધી દ્વારા અમેરિકા દેશનાં જ્યોર્જિયામાં 3 દિવસ માટે દિવ્યાંગ બાળકોનાં ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું હતું. તેમાં એક વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમજ આ માટે 25,000 રૂપિયા એડવાન્સ આપવા પડશે અને બાકીનાં રૂપિયા વિઝા આવ્યા પછી આપવાનાં થશે તેવું જણાવ્યું હતું.
અપરાધીની આવી વાત પછી ફરિયાદીએ તેમની શાળામાં વાલીઓની મિટિંગ કરીને આ ટૂર વિશે જાણ કરી હતી. તેમાં 10 બાળકોનાં વાલીઓ ટૂરમાં જવા માટે તૈયાર થયા હતા. તેમનાં 25,000 રૂપિયા એડવાન્સ અને 5 સહાયકનાં એવી રીતે કુલ મળીને રૂપિયા 3.75 લાખ સંચાલકને આપ્યા હતા. તેમાં 1,80,000 રોકડ રૂપિયા તેમજ 1,95,000 નાં ચેક ફરિયાદી દ્વારા ગઠિયા નિલેશને આપવામાં આવ્યા હતા.
જોકે, રૂપિયા મળ્યા પછી નિલેશ વિઝા લેવા જવા માટે પણ એક બાદ એક વાયદા કરતો હતો. જેનાં લીધે બાળકોનાં વાલીઓ દ્વારા કંટાળીને રૂપિયા પાછા માંગ્યા હતા. ફરિયાદીએ પણ અલ્પેશ પટેલ પાસે રૂપિયા પાછા માંગ્યા. તેમજ તેને રૂપિયા પાછા નહીં આપીને ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. જેનાં લીધે શાળાનાં સંચાલકે આ વિશેની જાણ પોલીસને કરી હતી. અત્યારમાં પોલીસે આખી ઘટના ફરિયાદ નોંધીને વધારે તપાસ ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle