ગુજરાત: પોલીસ કમિશનરે શહેરને કર્યું એલર્ટ- “થઇ શકે છે આતંકી હુમલો”

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય કોરોના મહામારી સામે જ્જુમી રહ્યો છે એવામાં ગુજરાત ઉપર નવી એક આફત આવવાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુપ્ત એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુજબ, દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ષડયંત્ર કરી રહ્યું છે. પુલવામા પેટર્ન પ્રમાણે સેનાના વાહનો પર 3 વ્હીકલ હુમલો કરવાનું ષડયંત્ર છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આતંકવાદીઓ મોટા પાયે હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓના ફોન ટ્રેસ કર્યા છે. જેમાં આતંકવાદીઓ ફોન ઉપરગુજરાત માં આતંકી હુમલાના ષડયંત્ર પર વાત કરી રહ્યા છે. ફોન ઉપર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ગુજરાત પહોંચી કંઇક મોટું કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓના ફોન ટ્રેસ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા એક શખ્સનો સેન્ટ્રલ એજન્સીઓએ ફોન ટ્રેસ કર્યા બાદ ઘટસ્ફોટ થયો છે. ફોનમાં આતંકી એવું બોલતા સંભળાય છે કે, “ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા”

અમદાવાદમાં આતંકી હુમલાની શક્યતા છે. અમદાવાદમાં આતંકી હુમલાની શક્યતાને લઈ પોલીસ અલર્ટ મોડ પર છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસ દ્વારા જાહેર સ્થળો પર CCTV કેમેરા ગોઠવવા સુચનો જાહેર કર્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે, આતંકીઓ બાઇક અને સાયકલનો ઉપયોગ કરી શકે છે.

અમદાવાદને પણ આતંકવાદીઓ બનાવી નિશાન શકે છે. ગમે ત્યારે અમદાવાદમાં આતંકી હુમલો થઇ શકે છે. હુમલાની શક્યતાને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ આતંકીઓ હુમલા માટે બાઇક અને સાયકલનો ઉપયોગ કરી શકે છે. જેથી હવે શહેરમાં સાયકલ અને સ્કૂટર વેચાણ કરનારે ખરીદનારની ડિટેઇલ રાખવી પડશે. એટલું જ નહીં વાહન ખરીદનારના ઓળખપત્રની ઝેરોક્ષ કોપી રાખવી પડશે. સાથે સાથે સાયકલ અને સ્કૂટર ખરીદનારને બિલ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો આ બધી માહિતી નહીં રાખવામાં આવે તો જાહેરનામાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ અગાઉ પણ જાહેરનામુ જાહેર કર્યું હતું. જે મુજબ જ્વેલર્સ દુકાનો, આંગડિયા પેઢી, શોપીંગ મોલમાં CCTV કેમેરા ગોઠવવા આદેશ કરાયો છે. આ ઉપરાંત થિયેટર્સ, હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, પેટ્રોલપંપ પર CCTV કેમેરા ગોઠવવામાં આવશે. CCTV કેમેરા ફૂટેજનો ડેટા 15 દિવસ સુધી સાચવી રાખવા પણ આદેશ કરાયો છે. કાર નંબર અને વ્યક્તિના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે CCTV કેમેરા ગોઠવવા પડશે. ધર્મશાળાઓમાં વ્યક્તિના આઈડી પ્રુફ અને મુલાકાતનું કારણ નોંધવા સુચન કરાયું છે. આવતીકાલથી 60 દિવસ સુધી જાહેરનામુ અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *