માવાપ્રેમીઓ માટે દુઃખદ સમાચાર- પાન મસાલાને લઈને સરકાર લઈ રહી છે મોટો નિર્ણય

GST કાઉન્સિલની 40મી બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી કરચોરી અને રેવેન્યૂ વધારવાના અગત્યના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ તરફથી આ બેઠકમાં હાજર મંત્રીએ કહ્યું કે,…

GST કાઉન્સિલની 40મી બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી કરચોરી અને રેવેન્યૂ વધારવાના અગત્યના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ તરફથી આ બેઠકમાં હાજર મંત્રીએ કહ્યું કે, પાન મસાલા ઉપર GSTને લઈ વિચાર કરવાની જરૂર છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, આવતા મહિનેથી જો GST લાગુ કરવામાં આવશે તો પાન મસાલા મોંઘા થઈ શકે છે.

આ બેઠકમાં હાજર નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી પાન મસાલા ઉપર GST ને લઈ સવાલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ તેમનું રેવેન્યૂ વધારવા માટે GST કાઉન્સિલને જલદી નિર્ણય લેવા અંગે આજીજી કરી રહ્યું છે. તેમણે ભરોસો અપાવ્યો છે કે, GST કાઉન્સિલની આવનારી બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉત્તર પ્રદેશે ઉત્પાદન ક્ષમતાના આધારે મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર જ સેસ લગાવવાની માગ કરી છે.

મળતી માહિતી અનુસાર, હાલમાં પાન મસાલા ઉપર 28 ટકા GST અને 60 ટકા સેસ લગાવવામાં આવે છે. તો ગુટખા પર 204 ટકા સેસ લગાવવામાં આવે છે. પાન મસાલા નાના પેકેટો કે પાઉચમાં વેચાઈ છે. જેની મોટા પ્રમાણે ચૂકવણી રોકડમાં કરવામાં આવે છે. તેને કારણે ટેક્સ અધિકારીઓને પાન મસાલાની આપૂર્તિનું યોગ્ય આંકલન કરવું મુશ્કેલ થઈ જાય છે. એવામાં કર ચોરીની આશંકા વધે છે. તો ઈંટ પર 5 કે 18 ટકાના દરે GST લાગે છે. માટીથી બનેલી ઈંટ પર 5 ટકા જ્યારે પેનલ્સ, પ્લેટ્સ, મલ્ટીસેલ્યુલર કે ફોમ ગ્લાસ બ્લોક્સ પર 18 ટકા GST લાગે છે.

એએમઆરજી એન્ડ એસોશિયએશનના સીનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું કે, હાલમાં મોજૂદ GST વ્યવસ્થા હેઠળ પાન મસાલા અને ઈંટ પર જાહેરાત મૂલ્યના આધારે ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. હાલમાં કોરોના વાયરસના કારણે રાજ્યોના રેવેન્યૂમાં પહેલેથી જ ઘટાડો આવી ગયો છે. એવામાં રાજ્યોએ આ વસ્તુઓ પર ઉત્પાદન ક્ષમતાના આધારે GST લાગૂ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *