રાજ્ય સરકારનો અતિ મહત્વનો નિર્ણય: કોરોના વચ્ચે વધુ 10 લાખ પરિવારોને આપવામાં આવશે રાશન

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી તો ચાલી જ રહી છે. આની સાથે જ ગુજરાતમાં પણ આ મહામારીએ ઘણાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. કોરોના વચ્ચે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજ્યમાં પેટાચૂંટણીની શરૂઆત થાય એની પહેલાં જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય એવું જણાઈ રહ્યું છે. દરરોજ સરકાર દ્વારા એક બાદ એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. જેમાં આજે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યના વધુ કુલ 10 લાખ પરિવારને રાહત દરે અનાજ વિતરણનો લાભ આપવામાં આવશે. CM વિજય રૂપાણીના આ નિર્ણયને એમના જનસંપર્ક અધિકારી મારફતે જાહેર કરવામાં આવ્યો છે.

મળેલ જાણકારી પ્રમાણે CM વિજય રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી કુલ 50 લાખ જેટલાં ગરીબ તેમજ સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે NFSAના મળવાપાત્ર બધાં જ લાભો આ વધુ કુલ 10 લાખ પરિવારને પણ આપવામાં આવશે.

આ યોજના હેઠળ રાજ્યના બધાં જ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વૃદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ આપવામાં આવશે. NFSAમાં સમાવિષ્ટ ન હોય એવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ લાભ મળશે.

શહેરો તથા ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનાર આવા દરરોજનું કમાઈને દરરોજ ખાનાર વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલ બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપીને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *