જેનો ડર હતો તે જ થયું! ગુજરાતના આ મોટા શહેરમાં ફાટશે ઓમિક્રોનનો રાફડો? કેસ નોંધાતા મચ્યો હડકંપ

ગુજરાત(Gujarat): રાજ્યના દિવસેને દિવસે ઓમિક્રોન(Omicron)ના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ વાયબ્રન્ટ સમિટ(Vibrant Summit) આંગણે આવીને ઉભી છે ત્યારે જીનોમ સિક્વોન્સિંગમાં મોકલેલા વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

મૂળ આણંદના વતની અને લંડનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતામાં વધારો થયો છે. જો કે, હાલ આ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો  છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો:
ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણોમાં થાક લાગવો, શરીરમાં દુઃખાવો થવો,માથામાં ખુબ જ દુખાવો થવો વગેરે જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
નાક બંધ રહેવું, ખૂબ વધારે તાવ આવવો આ પ્રકારના લક્ષણો ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓમાં જોવા મળતા નથી.

જાણો કેમ છે અત્યંત ખતરનાક ઓમિક્રોન?
ઓમિક્રોન વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ 35 જેટલા દેશોમાં ઓમિક્રોને દશેહત ફેલાવી છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન 5 ગણો વધુ ઝડપથી ફેલાય છે. જેનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો 100 દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર 15 દિવસમાં જ ઘણા ખરા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડરની વાત એ છે કે, આ વાયરસનું સંક્રમણ હોવા છતા પણ રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી સંક્રમિત કરનારો વેરિઅન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *