રાજકોટમાં પિતા વિહોણી 16 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- આપઘાત કારણ જાણી…

આપઘાતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી ઘટના રાજકોટ (Rajkot)માંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, રાજકોટના…

આપઘાતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી ઘટના રાજકોટ (Rajkot)માંથી સામે આવી છે. જાણવા મળ્યું છે કે, રાજકોટના જંગલેશ્વર (Jungleshwar) વિસ્તારમાં 16 વર્ષીય સગીરાનો માતા સાથે કામ બાબતે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક પણે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જંગલેશ્વર વિસ્તારમાં શેરી નં. 11માં રહેતી સગીરાએ ગઇકાલે પોતાના રૂમમાં જઈ છતના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં રૂમ ખખડાવતા ન ખોલતા ડરી ગયેલી માતા બાજુમાં રહેતા તેના ભાઈને ઘરે દોડી ગઈ હતી. મહિલાએ બનાવની જાણ કરતાં તેના ભાઈએ મકાનની પાછળથી ઉપર ચડી છત તોડીને તપાસ કરવા પહોચ્યો. આ દરમિયાન દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.

ભક્તિનગર પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી:
દીકરીની આ હાલત જોઈ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.આ પછી પુત્રીને નીચે ઉતારી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પછી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક પને ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે મોકલી દીધો હતો. હાલ પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

માતા માનસિક બીમારીથી પીડાઇ છે:
પોલીસ પૂછપરછમાં મૃતકના મામાએ જણાવ્યું હતું કે, મારી બહેન માનસિક બિમારી પીડાતા હોવાથી ભાણેજ સાથે અવાર-નવાર ઝઘડો કરતા હતા. ગઇકાલે સવારે બન્ને કારખાને કામે જવા માટે શેરીમાં બેઠા હતાં ત્યારે તેમની માતાએ ઠપકો આપતા માઠુ લાગી આવ્યું હતું અને રૂમમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક ત્રણ ભાઈ-બહેનમાં મોટી હતી. હાલ મૃતકના પરિવારની હાલત કફોડી બની છે.

પિતાનું 8 મહિના પહેલા અવસાન થયું હતું:
જાણવા મળ્યું છે કે, મૃતક સગીરાના પિતાનું આઠ મહિના પહેલા જ મોત થયુ હતું. બાદમાં તેમની માતાની માનસિક સ્થિતી પણ ખરાબ થઈ જતાં બે નાનાભાઈ-બહેન અને માતાની જવાબદારી સગીરા પર આવી ગઈ હતી. નાની ઉંમરે કારખાનામાં કામ કરીને જવાબદારી નિભાવતી હતી. પરંતુ માતાની બિમારીથી અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળી તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *