Ahmedabad news: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 58 ચોરી કરેલા મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે,મહત્વની વાત તો એ છે કે,આરોપીઓ આ ફોનને પાર્સલ કરી બાંગ્લાદેશ અને નેપાળ મોકલી દેતા.અન્ય કઈ કઈ જગ્યાએથી શુ ચોરી કરી છે,તેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad news) તપાસ હાથધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરોની કરી ધરકપડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જમાલપુર ફૂલ બજાર પાસેથી અશ્વિન મહાતો અને શ્યામ કુમાર કુરમી નામના બે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેના થેલામાંથી 58 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી પાસેથી આઇફોન, વન પ્લસ, વીવો, ઝાયોમી, રેડમી, સેમસંગ, ઓપ્પો, રિયલમી સહિતની અલગ-અલગ કંપનીના કુલ 58 ફોન મળી આવ્યા છે, જેમાં 29 આઇફોન મળી આવ્યા હતા.
ભીડ વાળી જગ્યાએ આરોપીઓ મોબાઈલની ચોરી કરતા
જે ગેંગ ભીડભાડ વાળી જગ્યાએ જઇને એક શખ્સ થોડે દુર બેગ લઇને ઉભો રહેતો હતો. જ્યારે બીજો શખ્સ ભીડમાં જઇ લોકોની નજર ચુકવીને મોબાઇલ ચોરી કરતો. જે મોબાઇલ બેગ લઇને ઉભેલા શખ્સને આપી દેતા હતાં. જો ચોરી કરનાર શખ્સ ઝડપાઇ જાય તો આ શખ્સ બેગ લઇને પલાયન થઇ જતો હતો.
મોબાઈલ ફોન પાર્સલ કરી બાંગ્લાદેશ, નેપાળ મોકલતા
આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, બંને ઝારખંડના રહેવાસી છે અને મજૂરીકામ કરતા હતા. અવિનાશના મોટાભાઈ પીન્ટુ અને ગામમાં રહેતા રાહુલ જે બંને ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી મોબાઈલ ફોનની ચોરી કરી તેના ગામમાં રહેતા શેખરને મોબાઈલ આપી લોક ખોલાવતા હતા. ત્યાર બાદ મોબાઈલ બાંગ્લાદેશ તથા નેપાળમાં વેચી દેતા હતા. પીન્ટુ તથા રાહુલ બંનેને મોબાઈલ ચોરી કરવા સાથે આવે તો દર મહિને 25 હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જેથી, બંને આરોપીઓ અહીં આવ્યા હતા. બંને સુરત રેલવે સ્ટેશન ખાતે રૂમ ભાડે રાખી રહેતા હતા. પીન્ટુ અને રાહુલ જણાવે તે જગ્યાએથી આરોપીઓ મોબાઈલ ચોરી કરીને તેમને આપતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,આણંદ અને રાજકોટમાં અલગ-અલગ ભીડવાળી જગ્યાએથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube