મિત્રની હત્યાનો પ્રયાસ કરનાર કરૂણેશ રાણપરીયાના વધુ એક સાથી ઝડપાયો

Surat Crime: સુરતમાં ઉતરાણ પોલીસે ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે મોટા વરાછામાંથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.પકડાયેલ આરોપી સૂર્યદીપ ઉર્ફે ઉર્ફે સુરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા ભરતભાઈ વિરડીયા સામે મારામારી,ધમકી અને દારૂના ગુના નોંધાયા છે.ત્યારે પોલીસે આ આરોપીને બાતમીના આધારે પકડી તેનો કબ્જો સાઇબર ક્રાઇમ(Surat Crime) પોલીસને સોંપ્યો છે.

આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતો હતો
મારૂતિ વીર જવાન ટ્રસ્ટની શરૂઆત બાદ ભૂખ્યાને ભોજન, સંઘર્ષના સાથી અને તેજસ સંગઠનના નામે કરૂણેશ રાણપરીયા અને તેની ટોળકીએ લાખો-કરોડો રૂપિયાના ઉઘરાણા કરી લીધા હતા. ટ્રસ્ટના નામે લીધેલા રૂપિયા પૈકી 57 લાખના બાકી હિસાબના મુદ્દે ગ્રૂપના સભ્યો વચ્ચે જ માથાકૂટ થતા કરૂણેશે તથા સૂર્યા નામના આરોપીએ તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.જે બાદ આરોપી પોલીસેને ચકમો આપી ફરાર થઇ જતો હતો.

આરોપીનો કબ્જો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો
10 મહિના અગાઉ અમરોલી પોલીસે કરૂણેશ રાણપરીયા સહીત પાંચ લોકોની ધરપકડ કરી હતી.જે બાદ આખરે પોલીસે બાતમીના આધારે સૂર્યદીપ ઉર્ફે ઉર્ફે સુરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા ભરતભાઈ વિરડીયાને મોટા વરાછા ખાતેથી ઝડપી લઇ તેનો કબ્જો ક્રાઇમબ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

હાલ એમ્રોડરી ડિઝાઈનનું કામ કરતો સૂર્યદીપ વિરુદ્ધ અગાઉ મારામારી દારૂ તેમજ છેતરપિંડીના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે.