ચંડોળા તળાવનો કુખ્યાત લલ્લા બિહાર બરાબરનો ભરાયો! પૈસા ગણવાનું મશીન સહીત થેલા ભરી દસ્તાવેજો કબજે

Chandola Lake Case: અમદાવાદ શહેરમાં મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું ચંડોળા તળાવ હાલ સાફ થઇ રહ્યું છે. જોકે, આજે કાયદાકીય કારણથી ચંડોળા તળાવની (Chandola Lake Case) કામગીરી બંધ રાખવામાં આવી છે. ત્યારે ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીની હાલ શોધખોળ ચાલી રહી છે. ત્યારે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીના ઘરે તપાસ કરી છે. પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું હતું. આ સર્ચ દરમિયાન લાખોની વસ્તુઓ સહિત પાસબુકો પણ મળી આવી છે.

પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું હતું. આ સર્ચ દરમિયાન લાખોની વસ્તુઓ સહિત પાસબુક પણ મળી આવી છે. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડ રકમ, સોનાના દાગીના, રૂપિયા ગણવાનું મશીન, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ મળી આવી છે. આ સાથે જ ઈસનપુર અને દાણીલીમડામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

લલ્લાને 4 પત્ની….
હાલ પોલીસની વિવિધ ટીમો મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને શોધી રહી છે. પોલીસ લલ્લાને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં શોધી રહી હોય તેવી પણ માહિતી મળી રહી છે. રાજસ્થાનમાં બિહારીના ઘણાં સંબંધીઓ રહે છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં તેનો જન્મ થયો હતો એટલે ત્યાં પણ તેના અનેક તાર જોડાયેલા હોવાનું અનુમાન છે. પોલીસને એવી પણ માહિતી મળી છે કે, મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારી પોતાની પહેલી પત્નીના ઘરે કાળી કમાણી રાખતો હતો.

લલ્લા બિહારીની પહેલી પત્ની જમીલાબાનું, બીજી પત્ની ફિરોઝાબાનુ, ત્રીજી પત્ની તમ્મન અને ચોથી પત્ની રુક્ષાનાબાનુ – આ ચારેયના ઘરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલ પોલીસની ટીમોએ તેની પત્નીઓ અને પુત્રવધૂની પૂછપરછ પણ કરી છે. લલ્લાની પહેલી પત્નીમાં છ સંતાન હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ બધામાંથી આ ચંડોળાની કાળી કમાણમાં કોની કોની અને કેવી રીતે સંડોવણી હતી તે અંગેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામ તોડવાની ઝૂંબેશ ઉપર મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાતોરાત આજે સ્થગિત કરાઈ છે. ગુરુવારે ગની પથ્થરવાલા દ્વારા મિલ્લતનગર વિસ્તારમાં બનાવાયેલી દસ ઓરડી અને એક ગોડાઉન તંત્ર દ્વારા તોડી પાડી એક હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. બે દિવસમાં ચંડોળા તળાવની 1.5 લાખ ચોરસમીટર જગ્યામાં બાંધવામાં આવેલા લલ્લા બિહારીના બાંધકામ સહિત અન્ય બાંધકામ દુર કરાયા હતા.