હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરના કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની જાહેરમાં જ હત્યા કરવામાં આવી છે. સાળા બનેવીના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હતો. સોલા વિસ્તારની પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધીને કુલ 2 આરોપીની અટકાયત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મળી રહેલ જાણકારી મુજબ કુખ્યાત માયા ડોનની હત્યા થતાની સાથે જ વિસ્તારના લોકો તથા પોલીસે રાહતનો દમ લીધો છે. માથાભારે શખ્સની તલવારથી ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. માયા ડોનની હત્યાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો અંત આવ્યો છે.
પ્રદીપ ડોનની હત્યા તેના જ કુંટુંબી બનેવીએ કરી હોવાનું સામે આવતા શેરની માથે સવા શેરની કહેવત સાચી સાબિત થઈ છે.રાત્રીનાં 2 વાગ્યાની આજુબાજુ તલવારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. પહેલાંનાં ઝઘડામાં સમાધાન પછી અનિષ પાંડે નામના શખ્સે હત્યા કરી હોવાનો આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે.
માયા ડોનની વિરુદ્ધ વટવામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ખેડૂતની પાસેથી કુલ 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અપહરણ તેમજ ખંડણીના અનેક ગુના નોંધવામાં આવ્યા હતા. આની સિવાય પણ આજુબાજુના લોકોને માયાડોનની પજવણી હોવાની ચર્ચાઓ જોર પકડ્યુ છે.
બનેવીએ સાળાને પતાવી દીધો ;
માયા ડોન તથા અનિષ પાંડે સાળો બનેવી હતા તેવું સામે આવ્યું છે. બંનેની વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી જેમાં બનેવીએ જ સાળાને પતાવી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 2 મહિના અગાઉ કુલ 50 લાખ રૂપિયાની ખંડણી માંગનાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની હત્યા થયા પછી તપાસમાં સામે આવ્યું કે, તેની વિરુદ્ધ કુલ 15થી પણ વધારે ગુના નોંધવામાં આવ્યા હતા.
પ્રદીપ પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. હત્યા કરનાર અનીષ પાંડે પ્રદીપ યાદવનો કૌટુંબિક બનેવી થાય છે. પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઊભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદીપ ઉર્ફે માયા ડોન યાદવની તેના જ ઘરમાં ઘૂસીને કુલ 5 થી પણ વધારે શખ્સોએ વહેલી સવારમાં ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
વહેલી સવારમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં હત્યા કરનાર પ્રદીપનો કૌટુંબિક બનેવી છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલ પ્રદીપ પોલીસ સ્ટેશનમાં પણ માથા પછાડીને આંતક મચાવતો હતો. આજે સવારમાં ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ પુરષોતમનગર વિભાગ-2માં રહેતા પ્રદીપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત અમુક લોકો તલવાર લઇને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલો કર્યાં પછી લોહીથી લથપથ હાલતમાં પ્રદીપ પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડ્યો હતો. અહીં તે જમીન પર ઢળી પડ્યો હતો. વહેલી સવારમાં ખેલાયેલા આ ખૂની ખેલને લીધે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. બીજી બાજુ ડોનની હત્યાથી દહેશતનો પણ અંત આવ્યો હતો.
મળી રહેલ જાણકારી મુજબ પ્રદીપે અનીષ પાંડેના મિત્ર અજયને માર માર્યો હતો. જેને લીધે મોડી રાત્રે 2 વાગ્યા સુધી પ્રદીપના ઘરે અનીષ પાંડેની બોલાચાલી થઈ હતી. મોડી રાત્રે અનીષ પાંડે, અજય, રાહુલ અમાવસ સહિતના લોકોએ પ્રદીપની હત્યા કરવાની કવાતરું ઘડીને વહેલી સવારમાં 10 જેટલા લોકોએ તલવાર લઇને પ્રદીપનું ઢીમ ઢાળી દીધુ હતું.
વહેલી સવારે ખેલાયેલ ખૂની ખેલની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે પ્રદીપનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રાહુલ તેમજ અમાવસની અટકાયત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle