અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણનાં નિધિ સમર્પણ અભિયાનની આજ રોજથી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો પ્રારંભ થવાની સાથે જ દાનનો ધોધ પણ વહી રહ્યો છે. રામ મંદિર નિર્માણનાં નિધિ સમર્પણનું અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે.
પહેલા દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે આવીને દાન આપવામાં આવ્યું હતું. શ્રી રામ મંદિર નિર્માણ અભિયાનનાં 30 કાર્યક્રમો ઉતર ગુજરાત પ્રાંતમાં યોજવામાં આવશે. શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાત રાજ્યનાં અધ્યક્ષ ગોવિદભાઈ ધોળકિયા દ્વારા અગિયાર કરોડનું દાન આપવામાં આવ્યું છે.
સુરત શહેરનાં મોટા ઉદ્યોગપતિ જયંતીભાઈ કબુતરાવાલા દ્વારા 5 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. લવજી બાદશાહ દ્વારા 1 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી માધવ પ્રિયદાસજીએ શ્રી રામ મંદિરનાં નિર્માણ કાર્ય માટે 51 લાખ જેટલા રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. શંકરભાઇ પટેલ દ્વારા 51 લાખ રૂપિયાનું તેમજ દિલીપભાઇ પટેલ દ્વારા 21 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા 11 લાખ જેટલા રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. ન્યૂ ક્લોથ માર્કેટનાં ગૌરાંગ ભગત દ્વારા 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. BJP નેતા ગોરધન ઝડફિયાએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ સિવાય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle