સમગ્ર રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી આવી જ અન્ય એક ઘટના સામે આવી રહ્યાં છે. શહેરમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાણે કે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એક બાદ એક ગંભીર બનાવો સામે આવી રહ્યા છે.
પૂર્વ વિસ્તારમાં થયેલ ફાયરિંગ તથા લૂંટની ઘટનાઓ સામે આવ્યા પછી સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. લૂંટની ઘટનાઓમાં ઘટાડો થાય એની માટે જવેલર્સના માલિકો સાથે મિટિંગ કરીને તેઓની જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે તેમ છતાં પણ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ પાયલ જ્વેલર્સના માલિકનો પીછો કરી ડેકીમાંથી ઓરીજનલ ચાવી ચોરી કરી લીધી હતી.
માલિક બપોરનું ભોજન કરે તેટલા સમયમાં દુકાનમાં હાથ સાફ કરી દીધો હતો. ગઇકાલે ન્યુ રાણીપ વિસ્તારની પાયલ જ્વેલર્સમાં ઘોળા દિવસે ચોર ટોળકીએ કુલ 45 લાખ રુપિયાના દાગીનાની ચોરી કરીને ભાગી જતાં પોલીસ દોડતી થઇ ગઈ છે.
ચોર ટોળકીએ ફીલ્મને પણ ટક્કર મારે તેવો પ્લાન બનાવીને ઘોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપીને ભાગી ગયાં છે. નારણપુરામાં આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતાં જીતેન્દ્રભાઈ કનૈયાલાલ શાહ ન્યૂ રાણીપમાં આવેલ આકાશ રેસિડન્સીમાં પાયલ જ્વેલર્સના નામે સોના-ચાંદીનો શૉ રૂમ ધરાવે છે.
ગઇકાલે બપોરે 1 વાગ્યે જીતેન્દ્રભાઇ શો રૂમ બંધ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા. જ્યા તેમને સ્કુટરની ડેકીમાં શોરુમની ચાવી મુકી હતી. જીતેન્દ્રભાઇ ઘરે જમ્યા બાદ 3.15 વાગ્યે તેઓ શૉરૂમ પર પહોંચ્યા તો શો રૂમનો દરવાજો ખુલ્લો જોઈને ચોંકી ગયાં હતા. જીતેન્દ્રભાઈએ શૉરૂમમાં જઈને જોયું તો સોનાના દાગીના ગાયબ થઈ ગયાં હતા.
જીતેન્દ્રભાઈએ ચોરીના બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ કરતા CCTV ચેક કરવામાં આવ્યા હતા. જેમાં શૉ રૂમમાં જીન્સ પેન્ટ, હાફ બાયની ટી શર્ટ પહેરેલ 35 વર્ષની ઉંમરનો યુવક ચોરી કરતા દેખાયો હતો. ચોર શોરુમથી કુલ 45 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરીને ભાગી ગયો હોવાનું સામે આવતા સાબરમતી પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle