રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદમાં આવેલ સોલા વિસ્તારમાં વહુએ ઘાતકી રીતે સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નીકિતા અગ્રવાલ નામની મહિલાએ લોખંડનો સળીયો મારીને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે. માત્ર આટલું જ નહિ પરંતુ તેણે સાસુની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે એ તારા પતિનું નથી, મારા પતિનું છે…’ એ સાંભળતા જ વહુએ સાસુને પતાવી દીધી હતી. ત્યારે પોલીસે આ હત્યારી વહુની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના દિવસથી સાસુ-વહુમાં ઝઘડા ચાલતા
અમદાવાદમાં આવેલ સોલા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા વિસ્તારના રોયલ્સ હોમમાં ગઈકાલે રાત્રે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. રેખાબેન રામનિવાસ અગ્રાવલાના પુત્ર દીપકના લગ્ન દસ મહિના અગાઉ નિકીતા નામની મહિલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતથી જ રેખાબેન અને વહુ નિકીતા વચ્ચે અણબનાવ હતો, જેથી તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મંગળવારે રાત્રે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘર કંકાસને કારણે સાસુને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સાસુએ કહ્યું: તારા પેટમાં મારા પતિનું બાળક છે
આ વિશે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી જાડેજાએ જણાવ્યું કે, હત્યા કરનાર વહુ નિકિતા બે માસથી ગર્ભવતી છે. અગ્રવાલ પરિવાર લગ્ન બાદ વહુને ઘરની બહાર પણ નીકળવા દેતો ન હતો અને ચાર દીવાલોની વચ્ચે રાખતો હતો. વહુ અને સાસુ વચ્ચે વારંવાર આ મામલે ઝઘડા થતા હતા. ગત રાત્રે પતિ દિપક હનુમાનજી મંદિર દર્શન કરવા ગયો, ત્યારે વહુએ સાસુની હત્યા કારસો રચ્યો હતો. આ બોલાચાલીમાં સાસુએ વહુને કહ્યું કે, ‘તારા પેટમાં જે બાળક છે એ તારા પતિનું નથી, મારા પતિનું છે.’ આ સાંભળતા જ વહુ ઉશ્કેરાઈ હતી. બંને વચ્ચે બોલાચાલી એ હદે ઉગ્ર થઇ ગઇ હતી કે ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા.
હ્ત્યા કર્યા બાદ વહુએ લાશ સળગાવવાનો પ્રયાસ કર્યો
ઘરની દીવાલોમાં ચારે તરફ લોહીના ડાઘા પડ્યા હતા. જમીન પર પણ જ્યાં જુઓ ત્યાં લોહીનાં ખાબોચિયાં થઇ ગયાં હતાં. પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી નિકિતાની અટકાયત કરી છે અને મૃતક રેખાબેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આમ, સાસુ વહુના ઝઘડાએ લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. તો બીજી તરફ, સસરા રામનિવાસ અગ્રવાલ હાલ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle