લો બોલો, અમદાવાદમાં 50 થી 70 વર્ષની મહિલાઓ રમી રહી હતી જુગાર, અચાનક પોલીસ આવી અને…

ગુજરાતની મહિલાઓ હાલ જુગાર રમવા તરફ વળી રહી છે. કહેવાય છે ને કે, ‘શોખ બડી ચીઝ હૈ’ ઘણા શોખીન લોકો શોખ પૂરો કરવા કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. આવી જ એક ઘટના અમદાવાદનાં મણિનગર વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં આધેડ મહિલાઓને જુગાર રમવા માટેનો ચસ્કો જાગ્યો. જો કે, મહિલાઓની મજામાં પોલીસ દ્વારા ભંગ પાડવામાં આવી હતી.

અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરની પાછળનાં લક્ષ્મી ભવન બંગલામાં પોલીસ દ્વારા દરોડો પાડીને જુગાર રમી રહેલી કુલ 8 મહિલાની રોકડ-મોબાઈલ મળી 72,300 રૂપિયાનાં મુદ્દામાલની સાથે ધરપકડ કરવામાં આવી છે. મણિનગર પોલીસને ખાતરી મળી હતી કે, ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં ઘણી મહિલાઓ જુગાર રમતી હતી. ખાતરીનાં આધારે પોલીસ દ્વારા બનાવસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાનાં પહેલા માળે દરવાજો બંધ હતો.

દરવાજો ખખડાવતાં એક મહિલા દ્વારા ખોલાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઓળખ આપવામાં આવી દરોડો પાડતાં બેડરૂમમાં 50થી 70 વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમી રહી હતી. પોલીસ દ્વારા મીનાબહેન લક્ષ્મીચંદ વાધવા 70 વર્ષીય, કિરણબહેન સંજયભાઈ વાધવા 50 વર્ષીય બન્ને (રહેઠાણ. લક્ષ્મી ભવન, મણિનગર), મીનાબહેન લીલારામ મેઘણી (52 વર્ષીય, રહેઠાણ. અંબાજી મંદિર અંદર, ઠક્કરનગર), તુલસીબહેન ગોપાલદાસ તાનવાણી (54 વર્ષીય, રહેઠાણ. ગણપ‌િત ગલી, દક્ષિણી, મણિનગર) સામેલ હતા.

આ સિવાય તારાબહેન ભગવાનદાસ ભાગનાણી (50 વર્ષીય, રહેઠાણ. હિન્દુસ્તાન, ચાર માળિયા, વટવા), માયાબહેન જેઠાનંદ ચાવલાની (58 વર્ષીય, રહેઠાણ. જી-વોર્ડ, કુબેરનગર), વિદ્યાબહેન ભેરૂમલા નેનવાણી (70 વર્ષીય, રહેઠાણ. અંજલી કોર્નર ફ્લેટ, રમણનગર, મણિનગર) તેમજ કૌશલ્યાબહેન રાજેશભાઇ જાંજ વાણી (60 વર્ષીય, રહેઠાણ. બગીચા ગલી, ઠક્કરનગર)ની 25 હજાર રૂપિયાની રોકડ તેમજ 47,300 રૂપિયાનાં છ મોબાઈલ મળી કુલ 72,300 રૂપિયાનાં મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા ધરપકડ કરી વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.

આવો જ એક બનાવ સુરત શહેરનાં કામરેજ તાલુકાનાં આસ્તા ગામની સીમમાં આવેલ ફાઇવસ્ટાર ફાર્મ હાઉસમાં બની ગઈ છે. ફાર્મ હાઉસના રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમતી કુલ 4 મહિલા સહિત 7 વ્યક્તિને કામરેજ પોલીસ દ્વારા પકડી લેવામાં આવી તેમની પાસેથી કુલ 69,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કામરેજ પોલીસની ટીમ દ્વારા ખાતરીનાં આધારે ગઈ કાલના રોજ આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ પાડવામાં આવી હતી. તેમાં ફાર્મહાઉસનાં મકાનમાં બેસી જુગાર રમતી કુલ 4 મહિલા સહિત 3 વ્યક્તિઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *