વડોદર: નેશનલ કબ્બડી પ્લેયર યુવતી સાથે તેના જ મિત્રોએ આચર્યું દુષ્કર્મ વ્યથિત થયેલી યુવતીએ કરી લીધું સુસાઈડ

8 જૂનના રોજ એક કબડ્ડી પ્લેયરનો તેના જ બે મિત્રોએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ 10 જૂનના રોજ આપઘાત કર્યો હતી.…

8 જૂનના રોજ એક કબડ્ડી પ્લેયરનો તેના જ બે મિત્રોએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ 10 જૂનના રોજ આપઘાત કર્યો હતી. આ ઘટના અંગે પોલીસે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી શરુ કરી છે. યુવકો અને યુવતી એક સાથે નોકરી કરતા હતા. તેમણે સાથે દારૂની પાર્ટી કરી હતી અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું.

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પરિવારથી અલગ રહેતી 19 વર્ષની યુવતીએ ગઈ સપ્ટેમ્બર 2020થી પરિવારથી અલગ રહેવાનું શરૂ કર્યુ હતુ. પીડિતા નેશનલ લેવલ પર કબડ્ડી રમી ચુકી છે. પરિવારથી અલગ રહેતી હોવાથી ગુજરાન ચલાવવા તેને એક કોલ સેન્ટરમાં કામ કરવાનુ શરૂ કર્યું હતુ. જ્યાં તેની સાથે કામ કરતા કર્મચારી દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝા સાથે તેની મિત્રતા થઇ હતી.

પોલીસે આ મામલે તપાસ કરતા પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનુ જાણ થઇ હતી. જેથી પોલીસે આ મામલે દિશાંત કહાર અને નાઝિમ મીર્ઝાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ આજે લક્ષ્મીપુરા ખાતે તેના નિવાસસ્થાને જઈ ફરીથી તપાસ કરી હતી.

બન્ને નરાધમોએ પીડીતા સાથે દારૂની પાર્ટી કરીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાં પોલીસે આજે બન્નેને સાથે રાખી સમગ્ર ઘટનાનુ રિકન્સટ્રક્શન કર્યું હતુ. જેમાં ફલેટના એક રૂમમાંથી પોલીસને કોલ્ડ ડ્રીંક્સની બોટલ મળી આવી હતી. જ્યારે બીજા રૂમમાં જ્યાં પીડીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, ત્યાં દિશાંત અને નાઝિમની પોલીસે જીણવટભરી પૂછપરછ કરી જરૂરી પુરાવા ભેગા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *