આ કારણોસર અમદાવાદમાં કારના સાઇલેન્સરની ચોરીમાં થઈ રહ્યો છે સતત વધારો -જાણીને વિશ્વાસ નહિ આવે

રાજ્યમાંથી અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ અમદાવાદ શહેરમાં કારમાંથી ફક્ત સાઇલન્સરની ચોરી ખુબ ચર્ચામાં આવી છે.

શહેરમાં છેલ્લા 3 મહિનામાં કુલ 70થી પણ વધારે કારના સાઇલેન્સરની ચોરી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ  જ વટવા, અસલાલી તથા સરખેજમાં કારના ગોડાઉનમાંથી એકસાથે કુલ 22 કારના સાઇલેન્સરની ચોરી કરવામાં આવી હતી ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે, ચોર કારમાંથી સાઇલન્સરની જ ચોરી શાં માટે કરે છે ?

આની પાછળનું મુખ્ય કારણ કારના સાઇલન્સરમાં લગાવવામાં આવેલ પેલેડિયમ નામની કિંમતી ધાતુ છે કે, જેથી ચોર કારનું સાઇલેન્સર કાઢીને તેમાંથી કિંમતી ધાતુ લઇને તેને માર્કેટમાં વેચી રહ્યા છે. પેલેડિયમ ધાતુની માર્કેટ કિંમત ગ્રામદીઠ કુલ 5,000 રૂપિયા રહેલી હોય છે.

ચોર ઇકો કારના સાઇલન્સરની જ ચોરી કેમ કરે?
ઇકો કારમાં સાઇલેન્સર કાઢવું ચોર માટે ખુબ સહેલું હોય છે. આની સાથે જ તેમાં કિંમતી ધાતુનો પાઉડર વધારે માત્રામાં મળી આવતો હોવાંને કારણે સૌથી વધારે ઇકો ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવતી હતી. સામાન્ય સાઇલેન્સર ચોરાઈ ગયુ હોવાને લીધે કાર માલિકને થતું કે, ક્યાક પડી ગયુ હશે અથવા ચોરી થઈ ગયુ હશે તેથી તેમાં ફરિયાદો ખુબ ઓછી થતી હોવાનુ પણ સામે આવી રહ્યું છે.

આણંદ જિલ્લામાં પણ આવી ચોરીઓ સામે આવી :
ક્રાઇમ બ્રાંચના ACP D.P. ચુડાસમા જણાવે છે કે, ચોરી કરતી ગેંગને પકડવા માટેની વિવિધ ટીમો કામ કરી રહી છે. પહેલાં મુંબઈમાં ફક્ત સાઇલેન્સરના કેટાલિટિક કન્વર્ટરની ચોરીઓ કરતી ગેંગ પકડાઈ હતી. આની પહેલા આણંદ જિલ્લામાં પણ ઇકો કારના સાઇલેન્સર ચોરી થવાની ઘટનાઓ સામે આવતી હતી.

ઘટના અંગે ચોરી કરવા આ ગેંગ ફોર્ચ્યુનર કાર લઇને આવી હતી. પોલીસે મેળવેલ જાણકારી પ્રમાણે, સાયલન્સરની ચોરી કરીને આ ગેંગ તેમાંથી પાવડર કાઢીને પહેલા ભરુચ વેચતી હતી. ત્યાંથી આ પાવડરની ખરીદી મહેસાણામાં કરવામાં આવતી તેમજ ત્યાંથી દિલ્હી- મુબંઇની ગેંગ આ પાઉડર ખરીદી કરતી હોવાનુ સામે આવ્યું છે.

પેલેડિયમ પોલ્યુશનને ફિલ્ટર કરે છે :
ભારતનાં તમામ વાહનોમાં એમીશનના સ્ટાન્ડર્ડ જાળવવા માટે એકઝોસ્ટ સિસ્ટમમાં કન્વર્ટર હોય છે. આ સિસ્ટમ વાહનમાંથી આવતા અવાજને ખુબ ઓછો તેમજ પોલ્યુશનને ફિલ્ટર કરે છે. આ પ્રોસેસને રેડોક્સ રિએક્શન કહેવામાં આવે છે. આ પ્રોસેસ માટે એક્ઝોસ્ટ પાઇપની સપાટી પર આનું કોટીંગ આવે છે.

જો કે, નવા વાહનમાં આ પ્રમાણ ખુબ વધુ રહેલું હોય છે. પેલેડિયમ એક સફેદ ધાતુ છે. પેલેડિયમ એ પ્લેટિનમ જૂથની 6 પૈકીની 1 કીમતી ધાતુ છે, જેનો 85% ઉપયોગ કારમાં કરવામાં આવતો હોય છે. પેલેડિયમનો ઉપયોગ ઓટો મોબાઇલની ઉપરાંત દાગીના બનાવવામાં તેમજ દાંતની સારવારમાં પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *