Ahmedabad Hit and Run: દાવાદમાં હચમચાવી દેતી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં રિવરફ્રન્ટ પીકનીક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી કાર નીચે 50 ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું. ત્યારે આ બનાવના પગલે આસપાસથી(Ahmedabad Hit and Run) લોકો દોડી આવ્યા હતા. તેમજ આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં યુવકનું મોત
ચાંદખેડામાં રહેતા અને આશ્રમ રોડ ઉપર કારના શોરુમમાં નોકરી કરતો યુવક શનિવારે રાત્રે બાઇક લઇને રિવરફ્રન્ટ ઉપરથી ઘરે જતા હતા. ત્યારે પીકનીક હાઉસ ત્રણ રસ્તા પાસે પહોચ્યા તે સમયે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાઇ જતા યુવક 50 ફૂટ ઢસડાયો હતો.
બાઇક પણ અડધો કિલો મીટર સુધી ઢસડાયું હતું અને કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા યુવકને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવકનો પરિવાર શોકમાં ગરકાવ
આ યુવકનું અકાળે મોત થતા તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.પરંતુ આ અકસ્માત ભલભલાને હચમચાવી નાખે તેવો છે. તો બીજી તરફ અમદાવાદમાં એક જ દિવસમાં બીજી પણ આવી જ હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પરંતુ આ અકસ્માત થતા જ બાઈક કારમાં ફસાઈ ગઈ હોવાથીઅકસ્માત સર્જ્યો હતો. પરંતુ આ અકસ્માતની ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
હિટ એન્ડ રનનો બીજો બનાવ બનાવ પામ્યો
બીજા બનાવમાં નિકોલમાં રહેતા અને અસલાલીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા વૃદ્ધ તા. ૬ના રોજ બાઇક લઇને વસ્ત્રાલ એસ.પી.રીંગરોડ પર સ્માર્ટ બજાર પાસેથી પસાર થતા હતા તે સમયે પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. દરિમયાન ટ્રકનું ટાયર તેમના માથા ઉપર ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App