ગુજરાતમાં અવારનવાર હની ટ્રેપના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે. પ્રહલાદનગર સેટેલાઇટમાં રહેતા અને જમીન દલાલનો વ્યવસાય કરતા યુવકને યુવતી દ્વારા છ શખ્સોએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. થલતેજ ખાતે યુવતીને મળવા ગયેલા યુવકનું કારમાં અપહરણ કરીને અડાલજ ખાતે લઇ જઇને મારમારીને દસ લાખની માંગણી કરવામાં આવી હતી, જે તે સમયે યુવક પાસેથી રોકડ અને સોનાનો દોરોે સહિત એક લાખની મતા પડાવી લીધી હતી. ત્યારબાદ અવાર નવાર ઘર જઇને બીજા રૃપિયાની માંગણી કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. સોલા પોલીસે આ કેસમાં યુવતી સહિત છ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેસેજ કરીને યુવતીએ યુવકને હની ટ્રેપમાં ફસાવ્યો
અમદાવાદમાં આવેલ સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.પી જાડેજાના જણાવ્યા મુજબ, પ્રહલાદનગર સેટેલાઇટ ખાતે મારુતિ હિલ્સ બંગલોઝમાં રહેતા અને જમીન તથા મકાન લે-વેચની દલાલી કરતા મનનભાઇ જયંતિલાલ પરીખ (ઉ.વ 38)એ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચાંદખેડામાં રહેતા આકાશ અમરતભાઇ દેસાઇ તથા મેહુલ જીવાભાઇ દેસાઇ તેમજ જયેશ દેસાઇ, વરુણ દેસાઇ અને માનસી સહિત સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે કે, તા. 12 જૂનના રોજ ઉપરોક્ત માનસી નામની યુવતીએ અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો ત્યારબાદ અવાર નવાર મેસેજ કરીને પોતાની માયાજાળામાં ફસાવી રહી હતી, તા. 17 જૂનના રોજ ફોન કરીને બપોરે ત્રણ વાગે યુવતી થતલેજ ઝાયડસ હોસ્પિટલ પાસે મળવા માટે આવી હતી.
યુવતીએ યુવકનું કર્યું અપહરણ
સમગ્ર ઘટના વિશે મળતી માહિતી અનુસાર, યુવતીએ 12 જૂનના રોજ મીસ કોલ કર્યો હતો. અને 17 જુને મળવા માટે બોલાવ્યો હતો. જેથી આ યુવક 17 જુને મળવા માટે ગયો હતો. આપેલા એડ્રેસ ઉપર પહોચતાની સાથે જ 6 શખ્સો કારની આસપાસ આવી ગયા હતા અને કારનો દરવાજો ખોલીને યુવતીને કારમાંથી ઉતારીને રવાના કરી દીધી હતી. ત્યારબાદ યુવકને ખેંચીને બીજી નંબર પ્લેટ વગરની કારમાં બેસાડીને અપહરણ કરીને અડાલજ આર. વલ્ડૅ થિયેટર પાસે ખુલ્લા ખેતરમાં લઇ ગયા હતા અને યુવકનો મોબાઇલ તેની પાસેથી લઈ લીધો હતો અને એરોપ્લેન મોડ માં મુકી દીધો હતો.
બાદમા મારમારીને ગાળો બોલીને નામ-સરનામું શુ ધંધો કરો છો તે સહિતની વિગતો પૂછીને મોબાઇલમાં વિડિયો ઉતારી લીધો હતો. રવિએ ધારીયું બતાવીને આ સાલાને જાનથી મારી નાંખવો છે તેમ કહીને ડરાવ્યા બાદ સમાધાનની વાત કરીન દસ લાખની માંગણી કરી હતી. જોકે, તે સમયે લોકડાઉન હોવાથી આટલી બધી રકમ નહી હોવાથી પાંચ લાખ આપવાના નક્કી કર્યા હતા અને ફોન કરાવીને સગા સબંધી પાસેથી રૂપિયા મંગાવવા માટે પ્રયાસો કરવામા આવ્યા હતા.
યુવકને ચાંદખેડા ન્યુ સીજીરોડ ઉપર લાવીને એટીએમમાં રૃપિયા કઢાવવા માટે લઇ ગયા હતા તે સમયે અઢી તોલાના ચેઇન સહિત રૃપિયા એક લાખની મત્તા પડાવી લીધી હતી ત્યારબાદ કોઇને વાત નહી કરવાની ધમકી આપીને અવાર નવાર ઘરે જઇને રૃપિયાની માંગણી કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી જો કે આ બનાવ અંગે યુવકની અરજી આધારે ગઇકાલે આરોપીઓ સામેે સોલા પોલીસે ગુનો નોધ્યો હતો અને આજે એેક મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news