આગની ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઇ રહી. અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. જેના કારણે કેટલાય લોકોના મોત થાય છે અને લાખો કરોડોનું નુકશાન થાય છે. અહિયાં પણ એક એવા જ એક મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાની જીઆઈડીસી (Sanand GIDC)ની યુનિચાર્સ કંપનીમાં ભયંકર આગ લાગી છે. આ કંપની સેનેટરી નેપકીન બનાવતી હોવાનું સામે આવ્યું છે. આગને (Fire) કારણે આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે. આગને કારણે અમદાવાદથી 18 જેટલા ફાયર ટેન્કર્સ (Ahmedabad Fire Brigade) ગાડીઓ આવી પહોંચી છે. એટલું જ નહીં આસપાસથી લોકો પાણીને ટેન્કર (Water Tankers) લઈને પણ બનાવસ્થળે દોડી આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જીઆઆઈડીસી વિસ્તારમાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફાયરની ગાડીઓ બહારથી બોલાવવી પડી છે. જે યુનિટમાં આગ લાગી છે તે ખૂબ જ વિશાળ છે. આગને કારણે જાનમાલને નુકસાન થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી. GIDCમાં લાગેલી આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સેનેટરી નેપકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયરની 31 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.
ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ફાયર વિભાગનો 125 લોકોનો સ્ટાફ કામે લાગ્યો છે. શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે.
#WATCH Gujarat: Fire breaks out at a factory in GIDC (Gujarat Industrial Development Corporation) in Sanand area of Ahmedabad. 25 fire tenders present at the spot. Fire-fighting operation underway. No casualties reported. pic.twitter.com/shOrlBak5H
— ANI (@ANI) June 24, 2020
આગને કારણે જીઆઈડીસીની આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઇટર્સને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે અન્ય કંપનીમાંથી પણ પાણીની મદદ લેવામાં આવી રહી છે. આ કંપની ડાયપર બનાવે છે. આગ લાગતા જ ટ્રાફિક જામ સહિતના દ્રશ્યો સર્જાયા હતા. હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયુ નથી. ત્યારે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news