SVPના નર્સિંગ સ્ટાફે બે દિવસ માટે હડતાલ સંકેલી- કહ્યું અમારી માંગો સ્વીકારવામાં આવી છે

પગાર માં મુકવામાં આવેલ કાપને લઈને એસવીપીના નર્સિંગ સ્ટાફને હડતાલ ચાલુ કરી હતી. હવે આ હડતાલ સંકેલી લેવામાં આવી છે. તેમાંના એક નર્સિંગ સ્ટાફ નરેશનું…

પગાર માં મુકવામાં આવેલ કાપને લઈને એસવીપીના નર્સિંગ સ્ટાફને હડતાલ ચાલુ કરી હતી. હવે આ હડતાલ સંકેલી લેવામાં આવી છે. તેમાંના એક નર્સિંગ સ્ટાફ નરેશનું કહેવું છે કે અમારી તમામ માંગોને સ્વીકાર કરી લેવામાં આવી છે. જોકે હડતાલ ફક્ત ૨ દિવસ માટે બંધ કરવામાં આવી છે. જો અમારી માંગો પૂર્ણ કરવામાં નહીં આવે તો બે દિવસ બાદ ફરીથી હડતાલ શરૂ કરવામાં આવશે.

કોરોના સમયમાં અમદાવાદના SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. આગોતરી જાણ કરવા ને બદલે એકાએક પગાર કાપી લેવાતા નર્સિંગના 75 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

આમ તો સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી રહી છે કે આવા વોરિયર્સ ને એક્સ્ટ્રા પગાર આપવામાં આવશે પરંતુ તેનાથી વિપરીત આ તો પગારમાંથી જ પૈસા કાપી લેવા માં આવશે. ઇમેઇલ મા જણાવાયું છે કે PPE તથા માસ્કનો તમારા પર ખર્ચો થયો હોવા થી પગાર કપાશે.

મળતી વિગતો અનુસાર કર્મચારીઓએ વિરોધ કરતા ‘નોકરી કરવી હોય તો કરો’ એવું કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું. આ ઉપરાંત તેમને એવું પણ કહેવાયું કે PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે.

SVP હોસ્પિટલ અમદાવાદ નો નર્સિંગ સ્ટાફ સવારે ૬ વાગ્યા થી હડતાલ પર ઉતર્યો છે. રાત્રે એમને ઇમેઇલ દ્વારા ખબર પાડી કે એમનો પગાર કપાઈ જશે. હકીકતમાં PM અને CM કેરસ ફંડ કોરોના ને લીધે કામ કરતી અને સ્પેશીયલ હોસ્પિટલોને આપવાની વાત હતી. હાલમાં આ ફંડ નો હિસાબ આંગવામાં આવી રહ્યો છે તો કેન્દ્ર સરકાર આ માહિતી આપી રહી નથી. આ ફંડ સરકારી ન હોવાથી આ ફંડની માહિતી આપી શકાય નહી તેવું જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *