અમદાવાદમાં ‘પતિ પત્ની ઔર વો’ બનાવ આવ્યો સામે, એક લગ્નથી સંતોષ ન થયો તો પતિએ બીજા કર્યા લગ્ન, અને પછી તો…

અમદાવાદ(ગુજરાત): પૂર્વ વિસ્તારમાં પતિ પત્ની ઔર વો નો બનાવ જોવા મળ્યો છે. લગ્નના આઠ વર્ષ બાદ પત્ની હોવા છતાંય તેની જાણ બહાર આ પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતાં. એટલું જ નહીં, તે તેની બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે પતિના અન્ય મેરેજ સર્ટિફિકેટ આવતા જ તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશની રહેવાસી અને અમદાવાદ શહેરના મેઘાણી નગરમાં રહેતી 26 વર્ષની યુવતી છે. વર્ષ 2013માં આ યુવતીના લગ્ન થયા હતા. લગ્ન પછી જ તે તેના સાસરે રહેવા આવી હતી. તે પતિ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી અને સાસુ સાથે રહેતી હતી. આ યુવતીએ લગ્ન જીવનમાં એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. આ યુવતીનો પતિ ગત જુલાઈ માસમાં મજૂરી કામે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેનો પતિ ઘરે આવતો નહિ અને અન્ય કોઈ જગ્યાએ રહેતો હોય તેવી જાણ આ યુવતીને ન હતી.

યુવતી અવાર નવાર તેના પતિના બંને ફોન નમ્બર પર ફોન કરે તો તેનો પતિ ફોન પણ ઉપાડતો ન હતો અને પત્નીનો નમ્બર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. ત્યારબાદ આ યુવતીએ તપાસ કરી તો તેને જાણવા મળ્યું હતું કે, જાણ બહાર પતિએ વર્ષ 2021માં પૂજા નામની કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવા લાગ્યો છે.

થોડા જ દિવસોમાં આ યુવતીના પતિએ કરેલા બીજા લગ્નનું સર્ટિફિકેટ તેના હાથમાં આવતા આ અંગે તેણે તેના સગા સબંધીઓને જાણ કરી હતી. જેથી યુવતીએ પોતાની જાણ બહાર તેના પતિએ બીજા લગ્ન કરી તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો હોવાની ફરિયાદ પોલીસને કરતા પોલીસે આ મામલે યુવતીના પતિ સામે આઈપીસી 494 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *