ગુજરાત: પતિને નોકરીએ વળાવવું મહિલાને ભારે પડ્યું- જેવી પત્ની બાથરૂમની બહાર આવી તેવી…

અમદાવાદમાં મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસનાં કિસ્સાઓ દરરોજ વધતાં રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે, કે પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને તેને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પત્નીને સળગાવીને પતિ ભાગી ગયો હતો. આ ઘટનામાં મહિલાને ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની મળતી જાણકારી મુજબ, શહેરના નિકોલમાં રહેતા કોકિલાબહેન તેમના 2 સંતાન અને પતિ જીતુભાઇની સાથે છેલ્લાં 30 વર્ષથી રહે છે. તેમના પતિ ખોડિયારનગરનાં કારખાનામાં નોકરી કરે છે. તેમના પતિ સાથે ઘણીવાર નાની-મોટી વાતમાં બોલા-ચાલી અને ઝઘડા થયા કરતા હતા. ઘણીવાર અમુક બાબતોમાં મગજ ગુમાવી દેતા અને પછી તેમની પત્ની કોકિલા બહેનને માર પણ મારતા હતા. ગઈકાલે જ સવારે તેમના પતિ નોકરીએ જતા હતા ત્યારે કોકિલા બહેન બાથરૂમમાં ગયા હતા.

કોકિલા બહેનના પતિ નોકરીએ જતા હોવાથી બહાર આવ્યા હતા. બહાર આવતા તરત જ જીતુભાઈએ અચાનક કોઈ જ્વલનશીલ પ્રવાહી ફેકીને કોકિલા બહેન પર દીવાસળી નાખી હતી. ઘરમાં બને દીકરાઓ વહેલી સવારે સુતા હતા. બીજી તરફ કોકિલા બહેનના કપડા સળગવા માંડ્યા. ઘટનાની જાણ મળતાં જ આજુ-બાજુના લોકો દોડીને આવ્યા હતા અને આગ બુઝાવી હતી. એવામાં દીકરાઓ પણ જાગી ગયા અને તરત જ માતાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કોકિલા બહેનનાં હાથ, છાતી, ગરદન અને મોઢાના ભાગે દાઝી જતા પોલીસને જાણ આપી હતી. પોલીસે આ બાબતે કોકિલાબહેને તેમના પતિ જીતુભાઇની સામે ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસે IPC 498(A),307 મુજબ ગુનો નોંધીને ફરાર થયેલ પતિની તપાસ હાથ ધરી છે. જો, કે જીતુભાઈએ આવું કેમ કર્યું તે બાબતે હજુ કાર્યવાહીમાં સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *