હાલમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરામાં રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત આજે બુધવારથી થઈ ગઈ છે. અને ક્રિકેટના ચાહકો ટિકિટ લઈ મેચ જોવા પણ ઉમટી પડ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમની બહાર અને અંદર સુરક્ષા ને લઈ પોલીસ પણ તૈનાત છે.
બુધવારે બપોરે જ્યારે મેચ શરૂ થઈ ત્યારે સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારી Dysp SM ચૌધરી પોતાની ફરજ ઉપર હાજર હતા. આ દરમિયાન એક બાળક ખુબ જ રડી રહ્યું હતું. અને તે રડતા બાળક ને જોઈ ચૌધરી સાહેબ તેની પાસે જઈ તેને સાથે લઈ ખુરસી પર બેસાડી પાણી આપી તેને શાંત કર્યો હતો. બાળકને ચોકલેટ અને પાણી આપ્યા બાદ તેને શાંત કર્યો અને તેની સાથે વાત કરી તેમજ તેને મોબાઈલમાં મેચ પણ બતાવી.
ત્યારબાદ બાળકે એક દમ સવાલ કર્યો કે ‘અંકલ હું મેચ જોવા જઈ શકું છુ?’ આ વાત થયા પછી પોલીસ દ્વારા તેની સાથે વાત કરી વધુ માહિતી મેળવવામાં આવી તો ખ્યાલ આવ્યો કે, બાળક અને તેના પિતા મેચ જોવા માટે આવ્યા હતા પરંતુ બાળકના પિતાને એમ હતું કે, બાળક ને જવા જ દેશે જેથી તે એક ટિકિટ લઈ ને મેચ જોવા આવ્યા હતાં.
પરંતુ તેના પિતા અંદર જતા રહ્યાં અને બાળકને એન્ટ્રી ના મળતા તે રડવા લાગયો હતો. પરંતુ પોલીસે બાળકને સમજાવ્યો અને ત્યારબાદ પોલીસે NGOની મદદ લઈ અને લોકલ પોલીસના સ્ટાફના પોલીસને બોલાવી બાળકને તેના ઘર સુધી લઈ જવામાં આવ્યો અને તેને તેની માતાને સોંપી દેવામાં આવ્યો. હાલ બાળક પોતાની માતા પાસે પહોંચી ગયો છે અને પોલીસે પણ રાહત નો શ્વાસ લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle