રાજ્યમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ એક ઘટના અમદાવાદમાં આવેલ કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી પાડી છે જેનું નામ ‘ચીપકલી ગેંગ’ છે. આ નામ કેમ પડ્યું તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. આ ગેંગના સભ્યો જેમ ગરોળી દીવાલ પર ચઢી જાય તેમ ચઢી જતા હતા અને ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી જતા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે તે ગેંગની કોઈને કોઈ વિશેષતા હોય છે. જેના પરથી આ ગેંગનું નામ રાખવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ફ્રેક્ટર ગેંગ. આ ગેંગના સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ઘરના માલિક કે તેમને ચોરી કરતા જોઈ લેતા લોકોને મારી મારીને ફ્રેક્ચર કરતા હોય છે.
કાલુપુર પોલીસે બાતમી આધારે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જી.દેસાઈએ આ મામલે જણાવ્યું કે, આરોપીઓ જેલમાંથી બહાર આવી અન્ય રાજ્યોમાંથી બસ મારફતે શહેરમાં આવતા હતા અને બાદમાં જે તે જગ્યાની રેકી કરતા હતા. ચોરી કરવા માટે દીવાલ પર ક્યાંથી ચઢી શકાશે અને જે તે મકાન કે દુકાનમાં ઘૂસી શકાશે તેનો પ્લાન બનાવતા હતા. આટલું જ નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા પહેલા અનેક દિવસો સુધી અવાવરું જગ્યાએ રોકાતા હતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે છીપકલી એટલે કે ગરોળીની માફક દીવાલો પર ચઢીને ચોરી કરી લેતા હતા.
આરોપી નૂર મહોમદ શેખ સામે 21 ગુના, સલમાન ખાન શેખ સામે 10 અને મુશરફ ઉર્ફે હાડો શેખ સામે 2 ગુના નોંધાયા છે. ત્રણેય આરોપીને અન્ય રાજ્યોની પોલીસ પણ આરોપીઓ શોધી રહી હતી. કાલુપુર પોલીસે ત્રણેયને ઝડપી પાડતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle