અમદાવાદ: બાવળા ઈ-રેડિએશન પ્લાન્ટથી નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા પ્રથમ વખત ‘કેસર કેરી’નો નિકાસ

Bavla E-Radiation Plant News: એફ.પી.ઓના માધ્યમથી હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ વૈશ્વિક બજારમાં પગ મૂક્યો છે. નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (Bavla E-Radiation Plant News) દ્વારા ભારતીય કેરીની શાન ગણાતી કેસર કેરીની સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત એફ.પી.ઓ દ્વારા નિકાસની આ પ્રથમ પહેલ માનવામાં આવે છે. આપણા સ્થાનિક ખેડૂતોએ પોતાને ગુણવત્તા યુક્ત ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય માનવતા મેળવી છે અને વિદેશી હુંડિયામણ કમાવાની તક મેળવી છે એ ખૂબ જ ખુશીની વાત છે. આજે રોજ આ પ્રસંગે ખેડૂત ઉત્પાદક સંગઠનના પ્રથમ એક્સપર્ટ કન્ટેનરનું રીલીજનડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવપૂર્ણ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડાયરેક્ટર ઉપરાત મુખ્ય અતિથિ તરીકે સંપ ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર આશિષ પટેલ તથા પશુપતિ કોર્ટ સ્પીડ લિમિટેડ ભાવેશભાઈ ખોટી હોટીકા ફૂડ એલએલપી ના ડાયરેક્ટર ચેતનથી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે આ પ્રથમ તબક્કામાં જ 1200 કિલો કેસર કેરીની અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી, જેમાં ખાસ સાવધાની પૂર્વક પસંદ કરેલી કેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એફ.પી.ઓએ ધારા ધોરણ મુજબ સમગ્ર વિકાસ પ્રક્રિયા પૂરી પાડી હતી. તથા યુએસના ધોરણો અનુસાર કેરીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુણવત્તા કદ જેવું સુરક્ષા નિયમોનું પાલન પેકેજીન વગેરે બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્કેટિંગ અને લોજિસ્ટિક માટેની મદદ એલએલપી દ્વારા પૂરી પાડવામાં આવી હતી ગુજરાત ખાતેની રિઝનલ ઓફિસ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નવ પૂર્ણ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા થયેલી આદિકાસ પહેલ ખેડૂતોને બહુવિધ લાભ આપશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કેસર કેરીની ઊંચી કિંમતથી ખેડૂતોને સ્થાનિક બજાર કરતા વધુ સારો નફો મળશે. યુ.એસ.એ જેવા પ્રીમિયમ બજારોમાં પ્રવેશે તેમના ઉત્પાદનોની માંગ વધશે એફ.પી.ઓ મોડેલ ખેડૂતોને એક જૂથ બનાવી એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડી બજાર કરતા વધારે ભાવ મેળવવા માટે મદદરૂપ થાય છે. વિકાસ પ્રક્રિયા દ્વારા તેઓ આધુનિક કૃષિ પદ્ધતિઓ ગુણવત્તા નિયંત્રણ અને પેકેજીંગ ની તાલીમ મેળવવામાં આવશે આ ઉપરાંત આ નિકાસ ગુજરાતના ખેડૂતો અને તેમને કેસર કેરીની વૈશ્વિક ઓળખ વધારે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે

sountin indiaના ડાયરેક્ટર આશિષ પટેલ એ જણાવ્યું હતું કે આ આ વિકાસશીલ માત્ર વેપાર નથી પણ ખેડૂતો શક્તિનું ઉદાહરણ છે. એસપીઓ મોડેલ દ્વારા અમે ખેડૂતોને તાલીમ ટેકનોલોજી અને વિશ્વસનીય માર્ગદર્શન આપી શક્યા જેના પરિણામે આ સફળતા મળી ભવિષ્યમાં પણ અમે આવી પહેલને વધુ વિસ્તૃત બનાવીશું

પશુપતિ કોટસ્પીના લીડર ભાવેશ ખૂંટએ જણાવ્યું હતું કે હવે ખેડૂતો ખેતી સાથે સાથે ઉત્તમ વેપારી બનવા તરફ આગળ વધી રહ્યા છે આ નિકાસ એ એફ. પી.ઓ અને ખેડૂતો વચ્ચેની ઊંડે સહભાગીતાનું પ્રતિબિંબ હશે, જે ખેડૂત ઉત્પાદક સંગઠન દ્વારા બની શક્યો છે અમારા સહયોગ દ્વારા ખેડૂતોને વૈશ્વિક સ્તરે લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ…

નવ પૂર્ણ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે અમારા ખેડૂત સભ્યોના સમર્પણ અને સહયોગોના સમર્થનના કારણે આ સફળતા શક્ય બની છે. યુએસએમાં કેસર કેરીની નિકાસ એ અમારા માટે માત્ર વ્યવસ્થા નથી,પરંતુ ગુજરાતની કૃષિ વિરાસત ને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર છે

હોલટીકા ફૂડના ડિરેક્ટર ચેતન મહેન્દ્રભાઈ જણાવ્યું કે અમે નવા પૂર્ણ સાથે મળીને ભારતીય કેસર કેરીની ગુણવત્તા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ગર્વ અનુભવીએ છીએ. આને ખાસ ખેડૂતોને યોગ્ય બજાર મૂલ્ય અને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે અમે આવી પહેલને આગળ વધારવા માટે પ્રતિબંધ છીએ.