સાસરીયાઓ દ્વારા પરિણીતાની પાસેથી કરિયાવરની માંગણી કરતા ત્રાસ આપવાના કિસ્સાઓ અવારનવાર નજર સામે આવતા હોય છે પરંતુ અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે કે, જેઠાણીએ પરિણીતાને જેઠની સાથે રૂમમાં પૂરી દીધી અને ત્યારબાદ જેઠે એકલતાનો ફાયદો લઇ પરિણીતાનું શારીરિક શોષણ કર્યું તેવી ઘટના સામે આવી છે. તદઉપરાંત જ્યારે સાસરીયાઓ દ્વારા પરિણીતાને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.(સાંકેતિક તસ્વીર)
પોલીસે પરિણીતાની ફરિયાદ લઇને સાસરીયાઓ સામે ગુનો દાખલ કર્યો હતો.વર્ષ 2009માં હરિયાણાની એક યુવતીના લગ્ન થયા હતા. લગ્ન પછી સાસરીયાઓ ગુજરાતના અમદાવાદના સાબરમતી વિસ્તારના એક મકાનમાં રહેવા માટે આવી ગયા હતા. અમદાવાદમાં આવ્યા બાદ સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું. સાસરીયાઓ પરિણીતાને માર મારતા હતા. એક વખત જેઠાણીએ પરિણીતાને જેઠની સાથે એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્યારબાદ જેઠે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. રૂમમાં પરિણીતાએ જેઠનો પ્રતિકાર કરતા તેને માર પણ મારવામાં આવ્યો હતો.(સાંકેતિક તસ્વીર)
આ પુરેપુરી ઘટનાની જાણ પીડિત પરિણીતાએ સાસુ અને પરિવારના સભ્યોને કરી હતી અને પરિવારજનોએ જેઠાણીને નહીં પણ પરિણીતાને માર માર્યો હતો અને ત્યારબાદ ફરીથી જેઠની સાથે રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પરિણીતાને ડંડા વડે માર મારીને સાસરીયાઓ દ્વારા પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા પરિણીતાએ જોર-જોરથી બૂમાબૂમ કરવા લાગી હતી. તેથી આસપાસ રહેનારા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને પરિણીતાને મુક્ત કરાવી હતી. સાસરિયાઓથી બચીને પરિણીતાએ આ સમગ્ર ઘટના અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદઆધારે પોલીસે સાસરીયાઓ સામે IPCની કલમ 147,149, 323, 342, 376, 506 મુજબનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.(સાંકેતિક તસ્વીર)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.