ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા કરા સાથે કમોસમી વરસાદ(Rain) ખાબક્યો હતો. ત્યારે લોકોએ શિયાળાની સાથે સાથે ચોમાસાની ઋતુનો પણ અનુભવ કર્યો હતો. જ્યારે બીજી બાજુ વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાકને ખુબ જ નુકશાન થવા પામ્યું હતું.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં આવેલ પલટાના કારણે લોકોને એક સાથે બે ઋતુનો અનુભવ થયો હતો. ત્યારે અચાનક વાતાવરણમાં આવેલ પલટાના કારણે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાનો વખત આવ્યો હતો. જ્યારે બીજી બાજુ ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ બાજરી, ઘઉં, કપાસ સહિતના પાકને ભારે નુકશાન પહોંચતા ખેડૂતોને પડતા પર પાટુ તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત, ખેડા, નડિયાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલ પલટાના કારણે ખેડૂતને ભારે નુકશાન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત પછી સાંજના સુમારે એકાએક અમદાવાદમાં બરફના કરા સાથે વરસાદ પડવાનો શરૂ થતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો
ભર શિયાળે વરસાદી માહોલ
એસપી રીંગ રોડ પર વરસાદ સાથે કરા પડ્યા
Video by – સોશિયલ મિડીયા pic.twitter.com/4E63gQNBkT
— Pranav Patel (@pranavpatel1424) January 28, 2023
મહત્વનું છે કે, કમુરતા પૂર્ણ થતા હાલમાં લગ્નની સીઝન બરોબરની જામી છે. ત્યારે અત્યારે ઠેર ઠેર પાર્ટી પ્લોટ અને ફાર્મમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક વરસાદ ખાબકવાનો શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકો ડીશ હાથમાં લઈને આમથી તેમ ભાગી રહ્યા હતા.
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.
માત્ર એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે.
હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરવામાં આવી છે, તેમજ આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.