કાચા મકાનમાં વસતા ગરીબો માટે આફત બનીને વરસ્યો મેઘક્હેર- દિવાલ ધરાશયી થતા આણંદમાં 2, તો હાલોલમાં 4 મોત

4 children died in halol: આજે ગુજરાતભરમાં સવારથી ભારે પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદથી મોટી બે દુર્ઘટના સામે આવી રહી છે. ત્યારે બીજી બાજુ આણંદમાં(4 children died in halol) એક બીજી દુર્ઘટનામાં વાસદ ગામમાં ધોધમાર વરસાદ પડતાં કાચા મકાનની દિવાલ ધરાશાઈ થતા 2 શ્રમિકના મોત થયા છે.

મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના વાસદ ગામમાં ધોધમાર વરસાદ પડતાં કાચા મકાનની દિવાલ ધરાશાઈ થઈ હતી. પાયલ ટોકીઝ નજીક કાચા મકાનની દિવાલ ધરાશાઈ થતાં 2 શ્રમિકના મોત નિપજ્યા છે. કમ્પાઉડ વોલ સામે છાપરું બાંધીને રહેતા શ્રમજીવી પરિવારના 2 યુવક દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

અને બીજી બાજુ પંચમહાલ જિલ્લામાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલની હાલોલ GIDCમાં મોટી એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 4 બાળકોના મૃત્યુ નીપજ્યાં છે, તો 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ
મળતી માહિતી મુજબ, હાલોલ GIDCમાં આવેલ એક કંપનીની દિવાલ ધરાશાયી થતાં કાટમાળની નીચે 8 જેટલા લોકો દટાયા હતા. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 4 બાળકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 2 મહિલા સહિત 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે હાથ ધરી તપાસ
આ બનાવની જાણ થતાંની સાથે જ હાલોલ પોલીસની ટીમ પણ GIDC ખાતે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શ્રમિકો મધ્યપ્રદેશથી હાલોલ કામ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *