આ અમદાવાદી પરિવારને પૂર્વજો તરફથી ભેટમાં મળ્યો છે રહસ્યમય કુવો- ખાસિયતો જાણીને નવાઈ લાગશે

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક રોચક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ કઈક જાણકારી સામે આવી છે. આજના સમયમાં દિવસે દિવસે પાણીની અછત ઉભી થઇ રહી છે જેને લીધે કેટલાક ગામડામાં તો પાણી ભરવા માટે કિમી સુધી દૂર જવું પડે છે.

આપણા વડવાઓ આપણા કરતા વધારે બુદ્ધિશાળી હતા. તેઓએ જે-તે સમયે વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ વિકસાવી હતી. જે હાલમાં પણ કેટલાક ઘરોમાં મોજૂદ રહેલી છે. રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરની પોળમાં આવા કેટલાક જૂના મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ જોવા મળે છે.

અમદાવાદમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટના ઘરમાં એક એવો કૂવો છે કે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. હાલમાં પણ અમદાવાદની ઓળખ હેરિટેજ સિટી તરીકેની છે. આ ઓળખ અમદાવાદમાં આવેલ કોટ વિસ્તારને લીધે છે. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ અસંખ્ય પોળોના મકાનોમાં હાલમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે.

અમદવાદના ખાડિયા વિસ્તારની પોળમાં રહેતા ભાજપના નેતા ભૂષણ ભટ્ટના ઘરમાં એક કૂવો આવેલો છે કે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ ઘરના ધાબા પરથી વરસાદી પાણી પાઇપલાઈન મારફતે સીધુ જ કૂવામાં ઉતરે તેવી વ્યવસ્થા મુકવામાં આવી છે.

આ પાણીનો ઉપયોગ જ્યારે પાણીની અછત હોય ત્યારે કરવામાં આવે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે, વર્ષ સુધી સંગ્રહ કરાયેલ વરસાદી પાણીનો પીવામાં તથા રસોઈ બનાવવાના કામમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત ગરમ કરી તેનો ઉપયોગ કરી શકાય છે.

આ સિસ્ટમ ઉભી કરવા માટે આજની ટેકનોલોજી મદદગાર સાબિત થઈ શકે છે. જેથી બસ આજ રીતની કોઈ ટેકનોલોજી અથવા તો વ્યવસ્થા જો તમામ ઘરમાં ઉભી કરવામાં આવે તો આપણી આવનારી પેઢીને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો આગામી સમયની જરૂરિયાત બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *