અમદાવાદમાં સર્જાઈ કરુણાતિકા: જીન્સ બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકીમાં ડૂબી જવાથી 3 શ્રમિકોના મોત

Ahemdabad Jeans Washing Tank: અમદાવાદના દાણીલીમડામાં આવેલી જીન્સ બનાવતી કંપનીમાં દુર્ઘટના બની છે.આ કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ (Ahemdabad Jeans Washing Tank) મજૂરોના મોત નીપજ્યાં છે. જે બાદ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. જે બાદ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ ત્રણેય યુવકો 25-30 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

3 યુવકોના કરુંણ મોત નિપજ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડામાં ખોડિયારનગર આવેલું છે. જ્યાં જીન્સ બનાવતી કંપનીની કાપડ ધોવાની ટાંકીમાં ત્રણ મજૂર યુવકો સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર ઉતર્યા હતા. જેમનું મોત નીપજ્યું હતું. ગેસ ગળતરના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી.

મૃતદેહો આખી રાત ટાંકીમાં રહ્યાં: પીડિતોના પરિવાર
યુવકોને બેભાન અવસ્થામાં મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે.

ત્રણેય યુવકોના મૃતદેહો આખી રાત ટાંકીમાં રહ્યાં હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.