સેલિબ્રિટી જેવા કપડા અને શૂઝના શાહી મોજશોખ પુરા કરવા દંપતી ચડ્યું ચોરીના રવાડે, એવો પ્લાન ઘડ્યો કે… જાણીને પોલીસ પણ ગોટે ચડી

હાલમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લૂંટ મચાવી રહ્યા છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. આ પરથી કહી શકાય કે શું આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો? આ દરમિયાન અમદાવાદમાંથી લુંટની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, કૃષ્ણનગરમાં ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આરોપી દંપતીએ આર્થિક પરિસ્થિતિના કારણે લૂંટ કરવા નહીં પરંતુ મોજશોખ કરવા માટે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે, આરોપી મહિલાના ઘરમાં 100થી વધુ જોડી કપડા છે. અને આ મોજશોખના કારણે અને ધંધામાં મંદી આવતા તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ ઉપરાંત હથિયાર આપનાર બે લોકોની પણ કૃષ્ણનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત કૃષ્ણનગરમાં પકડાયેલ લૂંટ પ્રયાસ કેસમાં દંપતિ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં આરોપી મહિલા યોગીતાની લાઈફ સ્ટાઇલ જોઇ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, આરોપી યોગીતા સેલિબ્રિટીની રીતે રહેતી હતી. જેમા પોલીસ દ્વારા ઘરે તપાસ કરતા 100થી વધુ ડિઝાઇનર કપડા, શૂઝ સહીત વસ્તુઓ મળી આવી હતી. યુવતી શોખીન હોવાથી ખૂબ ખર્ચા થતા હતાં. જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે પીઆઇ અમરસિંહ ચૌહાણે જણાવ્યું કે, તેમણે લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.

આ ઉપરાંત પોલીસ દ્વારા લૂંટ પ્રયાસ કેસમાં રિવોલ્વર આપનાર અને મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દંપતિને રિવોલ્વર આપનાર મનીષ બિપિન પટેલએ માત્ર 500 રૂપિયામાં રિવોલ્વર આપી હતી. જે બાદમાં પરત આપી દેવાની હતી. પોલીસે આમર્સ એક્ટ મુજબ ગુનામાં પકડેલ મનીષ પટેલ કુખ્યાત બુટલેગર બીપીન પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.

જોકે, પકડાયેલ ભરત ગોહિલ અને યોગીતા બન્નેએ આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવા નહીં પણ મોજશોખ પૂરા કરવા લૂંટ પ્લાન ઘડ્યો હતો. પોલીસ દ્વારા આરોપીના માતા-પિતાની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આરોપી મહિલા યોગીતા પોતાની સાસુને સામાન્ય ઝઘડામાં છરી વડે હુમલો કરવાની અવાર-નવાર ધમકી આપતી હોય છે. જેથી આરોપી દ્વારા સાસુ-સસરાને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે. હાલ પોલીસ દ્વારા બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *