14 જાન્યુઆરી એટલે કે, હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે અત્યારથી જ કેટલાક યુવાનોએ પતંગ ચગવાની શરૂઆત કરી દીધી છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે.
વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટની ઘટના છે. 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મોત થયું હતું.
ઉત્તરાયણ નજીક આવતાની સાથે પતંગના દોરાથી અનેક દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમા અનેક પક્ષીઓ તેમજ મનુષ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં રહેતા બકરાણીયા પરિવારના વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગવાને કારણે મોત નિપજ્યું છે. ઉત્તરાયણ આવે તે પહેલા રાજ્યમાં ત્રણ કરુણ ઘટના સામે આવી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle