હાલમાં કોરોના મહામારીની સાથે જ સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.અમદાવાદમાં આવેલ મેઘાણીનગરમાં રહેતાં કુલ 4 યુવકોએ માત્ર 18 વર્ષની યુવતીની છેડતી કરી હોવાંની ઘટના સામે આવી રહી છે.
હદ તો ત્યાંથી કે છેડતી કરનાર યુવકોએ આ યુવતીને જાહેરમાં જ છેડતી કરી હતી તથા તું ખુબ જ સરસ લાગે છે એવું કહીને એની કમર પર હાથ પણ મૂક્યો હતો. જો, કે પોલીસને જણાવીશ તો મારી નાખશું એવી આ શખ્સોએ યુવતી તેમજ એનાં પરિવારને પણ ધમકી આપતાં પોલીસે આ બાબતે પણ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
મેઘાણીનગરમાં રહેતી કુલ 43 વર્ષીય મહિલા એનાં પતિ તેમજ સંતાનોની સાથે રહે છે. એમની માત્ર 18 વર્ષની પુત્રી એમના ઘર પાસે હતી. એ સમયે ત્યાં રહેતાં છેડતીબાજ યુવકોએ તું જોરદાર દેખાય છે એવું કહીને એનાં પર હસવા લાગ્યા હતાં.
જેને લીધે આ યુવતીએ ‘તમે મારી સામે જોઈને શું હસો છો એવું કહેતાં આરોપીએ આ યુવતીનો હાથ પકડીને ‘તારી કમર પણ ખુબ જ સરસ છે એવું કહીને એની છેડતી કરીને ફરાર થઈ ગયા હતાં.’ જો, કે આ મામલે યુવતીએ એના પરિવારજનોને જાણ કરતાંની સાથે જ પરિવારજનોએ પોલીસને જાણ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
આ યુવકોએ યુવતીને તું ભરતની સાથે કેમ વાતો કરે છે એવું કહીને એનો હાથ પકડીને છેડતી પણ કરી હતી. જેને કારણે બધાં જ લોકોએ પોલીસ ફરિયાદ કરવાં ગયેલ પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews