PSI અને મહિલા પોલીસ કર્મીનું ઇલુ-ઇલુ: હોટલમાં અંગત પળો માણવા ગયા અને આવી ગયો પતિ પછી તો…

હાલમાં અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસકર્મીના પ્રેમ પ્રકરણે પોલીસ બેડામાં ચર્ચાનું જોર પકડ્યું છે. વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા આ PSI તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીના પ્રેમમાં આવી ગયા ત્યાં સુધી તો બધું બરોબર હતું પરંતુ હાલમાં જ આ બન્ને પોલીસ કર્મીઓ પોતાના પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક હોટલમાં અંગત પળો માણવા માટે ગયા અને ત્યાજ તેમનો ભાંડો ફૂટી ગયો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં PSI અને WLR મહિલા લોકરક્ષકના પ્રેમમાં એવા તે પડી ગયા કે આજે PSI સાહેબને પોતાનું મોઢું સંતાડવાનો વારો આવ્યો છે અને આ ચર્ચા પોલીસ બેડામાં એટલી જોરશોરથી ઉઠી છે કે, છેક પોલીસ કમિશનર કચેરી સુધી આ PSI સાહેબ અને મહિલા પોલીસકર્મીના પ્રેમ પ્રકરણની વાતો થઈ રહી છે.

ત્યારે આ બંને પોલીસકર્મીઓના પ્રેમ પ્રકરણનો સમગ્ર ભાંડો મહિલા પોલીસકર્મીના પતિ દ્વારા ફોડવામાં આવ્યો હતો. આના થોડાક દિવસો પહેલા PSI અને મહિલા પોલીસકર્મી પોતાના જ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક નામાંકિત હોટલમાં અંગત પળો માણવા માટે ગયા હતા અને અડધો કલાક જેટલો સમય રૂમમાં વિતાવ્યો હશે ત્યાં તો “હોટલના રૂમ સર્વિસ વાળાઓએ આવીને સાહેબ જે રૂમમાં રોકાયા હતા તે રૂમનો દરવાજો ખખડાવ્યો અને જણાવ્યું કે, મેડમના પતિ હોટલમાં આવ્યા છે.

સાહેબ તમે અને મેડમ અહિયાંથી ચાલ્યા જાવ, બસ આટલું સંભાળતાની સાથે જ PSI સાહેબ અને મહિલા પોલીસ કર્મીના પરસેવા છુટી ગયા PSI સાહેબ અને મહિલા પોલીસકર્મી સીધા લીફ્ટમાં બેસી બેઝમેન્ટ પાર્ક કરેલી પોતાની ગાડી લઈને હોટલમાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ મહિલા પોલીસકર્મીના પતિએ આખી હોટલ માથે લીધી અને સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં PSI અને મહિલા પોલીસકર્મી હોટલમાં આવતા દેખાઈ આવ્યા હતા. પરંતુ, આ સમગ્ર મામલો પાર પાડવા અને ફરિયાદ નહિ થવા દેવા સુધીમાં સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ PSI સાહેબ અને મહિલા પોલીસકર્મીની બાજુ ઉભો રહી ગયો અને મહિલા પોલીસકર્મીના પતિને સમજાવીને ઘરે પાછો મોકલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *