શું તમે પણ આવા ડોક્ટર પાસે સારવાર નથી લીધી ને? માર્કેટમાં ફરી રહ્યા છે નકલી ડોક્ટર- પોલીસે આટલા તબીબોને રંગેહાથ ઝડપી પાડ્યા

હાલમાં ચાલતી કોરોના વૈશ્વિક મહામારીમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડિગ્રીધારી તબીબોને પકડી પાડવામાં આવ્યા છે. આ…

હાલમાં ચાલતી કોરોના વૈશ્વિક મહામારીમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડિગ્રીધારી તબીબોને પકડી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન બંગાળી તબીબો પાસે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની કોઈ પરવાનગી નહીં હોવા છતાં નેત્રંગ તાલુકામાં ઘણા ગામડાઓમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા નકલી ડોકટરો આદિવાસી ગરીબ દર્દીઓને સારવારના નામે લૂંટતા હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન તેમને ઝડપી પાડવા નેત્રંગ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નેત્રંગ ચાર રસ્તા અને થવા બસ સ્ટેન્ડ નજીક ગેરકાયદેસર દવાખાના ચલાવતા બે નકલી ડોકટરોને દવા અને ઇન્જેક્શન સાથે રંગેહાથ ઝડપી તેમની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, પિયુષ શર્મા નેત્રંગ ચાર રસ્તા પાસે માંડવી રોડ ઉપર અને જવાહર બજારમાં તેના ઘરેથી દવા અને ઈન્જેકશન આપે છે. આ દરમિયાન થવા સ્ટેશન ફળિયામાં ચિત્તરંજન મંડલ આ બન્ને ગેરકાયદેસર રીતે દવાખાનુ ખોલી નકલી સારવાર કરતા હોવાની જાણ થતા નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી. પાંચાણી દ્વારા બાતમીના આધારે ટીમ બનાવી નેત્રંગ અને થવા સારવાર કરતા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ બન્ને બોગસ ડોકટરો પાસે દવાખાનું ચલાવવા નિયમ મુજબની પરવાનગી અને તબીબને લગતી ડીગ્રી સર્ટીફીકેટ ન હોવાથી બંનેના ઘર તથા ક્લિનિકની તપાસ કરતા જાણવા મળ્યું કે, ચિત્તરંજન દિનાનાથ મંડલ જે મૂળ ભીમપુર તા.નદિયા રહે છે અને પિયુષ વિનોદભાઇ સરકાર જે મૂળ ધારવાસુની તા ગોપાલનગર જી.ઉત્તર 24 પરગણા રહે છે.

આ બંને પાસેથી દવાઓ, ઈન્જેકશનો દવાખાનાના સાધનો મળી કૂલ રૂપિયા 4944 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બન્ને નકલી તબીબો વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-419,336 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ 1963ની કલમ-30 મુજબ ફરીયાદ કરી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *