હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાથી એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી રહી છે. શહેરમાં 18 માસની બાળકીના પેટમાંથી 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ મળી આવ્યું છે કે, જેને સિવિલ હોસ્પિટલના ડોકટર દ્વારા જટિલ સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશની રહેવાસી ફક્ત 18 માસની બાળકીને ખબર પણ ન હતી કે તે ક્યાં સુધી જીવશે પણ ડોકટરની ટીમને લીધે આ બાળકીને નવજીવન મળ્યું છે. આ બાળકી જન્મથી બીમારીનો ભોગ બની હતી કે, જેના વિશે ભાગ્યે જ કોઈક એ સાંભળ્યું હશે.
સમગ્ર વિશ્વમાં 5 લાખ બાળકોમાંથી ફક્ત 1 બાળકમાં ફિટ્સ ટુ ફીટ નામનો રોગ જોવા મળતો હોય છે કે, જેમ બાળકના જન્મ સમયે તેના ગર્ભ માં અવિકસિત ગર્ભ રહી જાય છે. આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીનું જણાવવું છે કે, આવો કેસ ભાગ્યે જ જોવા મળે છે.
આવા પ્રકારની સર્જરી કરવાનો અનુભવ હોવાને લીધે તેમણે પોતાની ટીમ સાથે મળીને આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું હતું. બાળરોગ સર્જરી વિભાગના એસોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી તથા એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તી શાહની મદદથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત પછી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
કેવી રીતે બની આખી ઘટના ?
મધ્યપ્રદેશમાં આવેલ નીમુચ જિલ્લામાં રહેતા આ પિતા જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 માસની આ દીકરીની પેટમાં ગાંઠની તકલીફને લઇ મધ્યપ્રદેશની કેટલીય હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાને લીધે એને ખુબ પીડા સહન કરી રહી હતી.
રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રુણ હોવાનું જાણવા મળ્યું હતું. જેને દૂર કરવાની સર્જરી ખુબ પડકારજનક હોવાને લીધે મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં. જેને લીધે સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરવામાં આવ્યું હતું.
જેમાં દોઢ વર્ષીય દીકરીના પેટમાંથી 400ગ્રામનું અવિકસિત ભ્રુણ મળી આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આવા પ્રકારની જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાને લીધે તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું હતું.
આ અંગે બાળકીના પિતાનું જણાવવું છે કે, ડોકટરની મહેનતને લીધે તેમની બાળકીનો જીવ બચ્યો છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી જણાવે છે કે, હોસ્પિટલમાં રાજ્યની બહારથી પણ સારવાર માટે આવતા દર્દીઓનો ધસારો જોવા મળતો હોય છે.
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ક્યારેય કોઇપણ દર્દીને સારવાર માટે ના પાડવામાં આવતી નથી. તબીબો દ્વારા દર્દીઓને ઉત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિતપણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.