ગુજરાતમાં Tauktae થી મોટી આફતના અણસાર, 25 વર્ષ બાદ દરિયાકાંઠે લાગ્યું 10-11 નંબરનું સિગ્નલ- જાણો વધુ

Tauktae : ગુજરાતમાં મોટી આફતના અણસાર, 25 વર્ષ બાદ વેરાવળના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ, લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગુજરાતના વાવાઝોડાની નોંધાયેલી તવારીખમાં ૧૫૦…

Tauktae : ગુજરાતમાં મોટી આફતના અણસાર, 25 વર્ષ બાદ વેરાવળના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ, લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગુજરાતના વાવાઝોડાની નોંધાયેલી તવારીખમાં ૧૫૦ કિમીથી વધુ પવન ફૂંકાયો હોય એવા બે સાયકલોન ૧૯૯૮ અને ૧૯૮૨માં આવ્યા હતા. ૨૦૦૧નું વાવાઝોડું ઘણું મજબૂત હતું પણ કિનારે આવીને નબળું પડી ગયેલું. આટલી તીવ્રતાનું વાવાઝોડું લગભગ ૨૩ વર્ષ બાદ ગુજરાતની ધરતીને ટકરાશે તેવી જાણકારી આબોહવા ના જાણકારો માની રહ્યા છે.

સિગ્નલ 10 નો મતલબ જાણીએ તો ‘ખૂબ ભયંકર’ ચેતવણી, જેનો અર્થ છે કે તે ખૂબ જ તીવ્ર ચક્રવાત છે અને બંદર ઉપર અથવા તેની નજીક પસાર થવાની અપેક્ષા છે. પવનની ગતિ 64-119 નોટ્સ(120-220 કિમી / કલાક) સુપર ચક્રવાત હશે – 120 નોટ્સથી ઉપર (220 કિમી પ્રતિ કલાકથી વધુ) રહેવાનું અનુમાન રહે છે.

વાવાઝોડુ નજીક આવતા ભયજનક 11 નંબરના સિગ્નલ લગાવાયા જયારે અલંગના દરેક પોર્ટ, ભાવનગર, દહેજ, મગદલ્લા અને દમણમાં 11 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સિવાય દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવમાં 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યું કંડલા, માંડવી અને જખૌનાં 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

વાવાઝોડું પશ્ચિમના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું તેમ-તેમ વહીવટી તંત્રની ચિંતા પણ વધી રહી છે. ભારતીય નૅવીએ વહીવટી તંત્રને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. નૅવીએ ટ્વિટમાં કહ્યું છે કે, “ભારતીય નૅવીનાં જહાજો, હેલીકૉપટરો, ડાઇવરો અને રાહત ટીમો પશ્ચિમી દરિયાકાંઠાની મદદ કરવા તૈયાર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *