અમદાવાદમાં 18 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા- આકાશી નજારો જોઈને તમને પણ નહિ થાય વિશ્વાસ

Ahmedabad Rathyatra: આજે અષાઢી બીજનો પાવન પર્વ અમદાવાદના આંગણે ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના (Ahmedabad Rathyatra) કરતબ જોવા લોકો પણ ઉમટ્યા છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.

અમદાવાદમાં “જય જય જગન્નાથ” ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર

આજે અષાઢી બીજ છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. રથયાત્રા(Rathyatra) માં તાલધ્વજ રથ પર ભાઈ બલરામ, તેમની પાછળ દેવદલન રથ પર બહેન સુભદ્રા અને નંદીઘોષ રથ પર જગતના નાથ બિરાજમાન છે. વહેલી સવારથી જ ભાવિકો દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા.

ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજી

રથયાત્રા(Rathyatra) જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી રહ્યા છે જેનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ડ્રોન કેમેરામાં ભાવિકોનું હૈયે હૈયું દળાયું એવો નજારો જોવા મળી રહ્યો છે. ભગવાનનાં દર્શન માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે. આથી રથયાત્રામાં ચાર ચાંદ લાગ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.

72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા.

આ વર્ષે જગન્નાથપુરીના મંદિરની થીમ પરથી ડિઝાઈન કરવામાં આવ્યા નવા રથ

ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી ભાણેજને આવકારવા વાતાવરણ ભક્તિમય બનાવી દીધું છે. સરસપુરમાં અખાડા જોવા ભાવિકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. ગરમીથી રથયાત્રીઓ પર પોળના લોકોએ પાણી વરસાવ્યું હતું. મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મોસાળમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે. સરસપુરની પોળો ભાવિકોથી ઊભરાતાં ઠેર ઠેર માનવ મહેરામણ જ જોવા મળી રહ્યું છે તેમજ ‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’, ‘જય જગન્નાથ’ના નાદથી સરસપુર ગુંજી ઊઠ્યું છે. જ્યારે ગજરાજો સરસપુરથી રવાના થયા છે.

ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી ભક્તોની ભીડ

18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોવા મળ્યો.

CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

રથયાત્રામાં કરતબ જોઈ મંત્રમુગ્ધ થયા ભક્તો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *