મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદનો SG હાઈવે- છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ના મોત

Published on Trishul News at 5:55 PM, Tue, 5 September 2023

Last modified on September 5th, 2023 at 5:56 PM

SG Highway Accident in Ahmedabad: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમદાવાદનો એસજી હાઈવે(SG Highway Accident in Ahmedabad) હવે મોતનો હાઈવે હવે મોતનો હાઈવે બની ગયો હત્ય તેવું લાગી રહ્યું છે.સોલા હાઇવે પર ટ્રાવેલ્સ બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેની મોત નીપજ્યું હતું.

અંકિત પ્રજાપતિ ત્રણ મહિના પહેલા જ સાયન્સ સીટી રોડ પર આવેલી એપિક હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરીએ લાગ્યો હતો.તે ઓફિસ જવા માટે સવારે 8 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને એક ખાનગી બસ ચાલકે તેને અડફેટે લેતા બસના પાછળના વ્હીલ તેના પર ફરી વળ્યા હતા. જેમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપ્જ્યું છે.

આના સિવાય ગુજરાત હાઈકોર્ટ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં રાહદારી મહિલાનું મોત નીપજ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ, સોલા પાસે કોમા સેન્ટર નજીક ગઈ રાત્રે ફૂટપાથ પર ચાલ્યા જતા 33 વર્ષીય મહિલા પાયલકુંવરને વાહન ચાલક ટક્કર મારીને ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાને જમણા પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સિવિલમાં લઈ જતાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પકવાન ચાર રસ્તા નજીક સવારે ગાડી પલટી જતાં 3 લોકોનો મોત નીપજયા છે. સ્પીડના શોખમાં નિર્દોષ લોકો હોમાઈ રહ્યા છે.અમદાવાદના પકવાન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે હોટલ ગ્રાંડ ભગવતી સામે ડીવાઈડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે કાર અથડાવી હતી.

જે પછી કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં નવા વાડજમાં રહેતા નરેશ પ્રજાપતિ 23 વર્ષના યુવકનું મોત, મિતેષ પ્રજાપતિ 24 વર્ષનું મોત, કૌશલ પ્રજાપતિ 24 વર્ષના યુવકનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અમદાવાદની શાન ગણાતા એવા એસજી હાઈવે હવે સલામત નથી. ઈસ્કોનથી ગુજરાત હાઈકોર્ટ વચ્ચેના એસજી હાઈવે રોડ ઉપર લગભગ ત્રણેક કિમીના અંતરમાં જુદી જુદી 3 જગ્યાએ છેલ્લા 24 કલાકમાં અકસ્માતમાં 5 લોકોનો મોત નીપજયા છે.

Be the first to comment on "મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદનો SG હાઈવે- છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 5ના મોત"

Leave a comment

Your email address will not be published.


*