હાર્ટ એટેકએ લીધો વધુ એક યુવકનો ભોગ- રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવકને 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ

Published on Trishul News at 11:03 AM, Sun, 27 August 2023

Last modified on August 27th, 2023 at 11:04 AM

One more died of heart attack in rajkot: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના(One more died of heart attack in rajkot) પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. રાજકોટના જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરીને કારખાનામાં કામ કરતી વખતે તેમને એટેક આવ્યો હતો, જેના કારણે તેનું નિધન થયું હતું. હાલ યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તેમના પિતા મશીનમાં કામ કરતાં હતા તેવું જાણવા મળી રહ્યું છે અને તેમની માતાનો ફોન આવતા તેમને સમગ્ર ઘટના અંગે ખ્યાલ આવ્યો હતો કે તેમના પિતાનું અવસાન થયું છે જે બાદ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને તેમના પિતાની મોત અંગે શંકા છે જેમાં પોસ્ટ મોર્ટમ થયા બાદ ખ્યાલ આવશે. મુતક અશોકભાઈનો પુત્ર સુરજ પાસેથઈ આટલી માહિતી મળી હતી.

Be the first to comment on "હાર્ટ એટેકએ લીધો વધુ એક યુવકનો ભોગ- રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવકને 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ"

Leave a comment

Your email address will not be published.


*