કોરોનાનાં ચાલી રહેલ સમયમાં એક આંખ ઉઘાડી દે તેવી ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં આવેલ મેઘાણીનગરમાં આવેલ એક બેંકમાં ચોરીનો પ્રયત્ન થયો હોવાની ઘટના સામે આવી છે. જે રીતે ઘટના સ્થળ પર તમામ વસ્તુ વિખાઈ ગયેલું હતું તે જોતા જ પોલીસ માની રહી છે, કે ચોરો આખું જ ATM મશીન ઉપાડવા માટે આવ્યા હતા.
પરંતુ, તેને ઉપાડી ન શકતા તેઓએ કેશ ડિસ્પેન્સર બોક્સમાં ખોલવાનો પ્રયત્ન કરીને ચોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હોઈ શકે છે. તેમજ કંઈપણ ન કરી શકતા CCTV ને ચોરી કરીને દાઝ કાઢી ડિસ્પ્લે પણ તોડી નાખી હતી. આખાં મામલે હવે મેઘાણી નગર પોલીસે તપાસ પણ હાથ ધરી છે.
સુભાસબ્રિજ ખાતે રહેતા અરવિંદકુમાર પરમાર ‘બેંક ઓફ બરોડા’ ની મેઘાણીનગર શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આ બેંકની પાસે જ એક ATM મશીન પણ મૂકેલું છે, તેમજ બેન્ક ચાલુ હોવાનાં સમય દરમિયાન 1 સિક્યોરિટીને ગાર્ડ પણ રાખેલ હતો.
ગુરુવારનાં રોજ સવારે બેંકના ક્લાર્કનો અરવિંદભાઈ પર કોલ આવ્યો હતો, કે ATM મશીનને તોડી તેને ચોરી કરવાનોનો પ્રયાસ થયો લાગે છે. ATM પર અરવિંદભાઈ એ જઈને જોયું તો મશીનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ડિસ્પ્લે પણ તૂટેલી જ હતી તેમજ કેશ ડિસ્પેન્સર બોક્સને પણ ખોલવાનો પ્રયત્ન કર્યો હોવાનો જણાઈ આવ્યું હતું.
ત્યારબાદ CCTV ની તપાસ કરતા ચોર તે પણ ચોરી થઈ ગયા હતા.જેનાંથી અરવિંદભાઈ એ પોલીસને જાણ કરતા જ મેઘાણીનગર પોલીસે આ મામલાની તપાસ પણ હાથ ધરી છે. પોલીસનું જણાવવું છે, કે 29મીની રાત્રિથી 30 મીની વહેલી સવારનાં સમયગાળાની વચ્ચે જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું હોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP